________________
- મંત્રદિવાકર,
વાત છેક જ બેટી પાડી છે. એ તે ભલભલા ભડવીરને પણ પાછા હઠાવી દે છે. જે મનુષ્યો ગગનચુંબી ગિરિવરાની ટોચ પર ચડે છે કે ઘુઘવતા મહાસાગરને પાર '' કરી જાય છે, યા વિકરાળ પશુઓથી ભરેલાં જંગલોને વટાવી જાય છે, તેઓ પણ આ નપુંસક મનને જિતી. શકતા નથી. હું પણ તેમાં એક જ છું તે !
કેટલાક કહે છે કે અમે મનને સાધ્યું છે, પણ એ વાત હું માની શકતો નથી, કારણ કે આ જગતમાં સહુથી મટી કે અઘરી વાત જ મનને જિતવાની છે. જેણે મન જિત્યું, તેણે બધું જિત્યું, પછી તેને શું કરવાનું બાકી રહ્યું છે અક્ષય આનંદના ધામ ! મને એવું સામર્થ્ય આપ કે જેથી હું મારા મનને સત્વરે ઠેકાણે. લાવી દઉં, તેને શુદ્ધ અને સ્થિર બનાવી દઉં.”
મનનો સ્વભાવ કેવો વિચિત્ર છે? તથા તેને જિતવાનું કામ કેટલું કઠિન છે? તે આ પરથી સમજી શકાશે
અન્યત્ર કહેવાયું છે કે :सुकरं मलघारित्व, सुकरं दुस्तप तपः । सुकरोऽक्षनिरोधश्च, दुष्करं चित्तरोधनम ||
શરીરવિભૂષાને ત્યાગ કરીને મેલા રહેવું, તે સહેલું છે; અન્નજલના ત્યાગરૂપ તપ કરવું, એ પણ સહેલું છે; અને ઇન્દ્રિયનો નિગ્રહ કરે, એ પણ સહેલે છે. પરંતુ મનને નિગ્રહ કર-મનને અંકુશમાં રાખવું એ કાર્ય ઘણું દુષ્કર છે.”