________________
મુદ્રાઓનું મહત્ત્વ
૧૨૬ મંત્રની ઉન્મેષાવસ્થા, વિશ્રામાવસ્થા, વીર્ય, ધ્યાન અને તેને લગતી મુદ્રાઓને જે સ્વરૂપથી જાણે છે, તે સર્વજ્ઞ છે, સવે ક્રિયાઓ કરનારે છે અને સાધકેમાં
ઉત્તમ છે.” - અહીં એ પણ સ્પષ્ટતા કરી દઈએ કે શેવ, શાક્ત - તથા બૌદ્ધ સંપ્રદાયમાં મધ, માંસ, મત્સ્ય, મુદ્રા અને
મેથુનરૂપ જે પાંચ પદાર્થોનું વર્ણન છે, તેમાંની મુદ્રાને મુખ્ય સંબંધ અન્નથી બનતા પદાર્થો સાથે છે, એટલે કે તે આનાથી જુદી જ વસ્તુ છે. એ મુદ્રાને તાત્વિક અર્થ જુદે ઘટાવાય છે, પણ અહીં તે પ્રસ્તુત નથી.
આપણે માત્ર નમસ્કાર શબ્દ બોલીએ તે તેની અસર સામા પર જોઈએ તેવી થતી નથી, પણ તેની સાથે જ બે હાથ જોડી, મસ્તકને થોડું નમાવીએ તો ‘તરત તેની અસર થાય છે. એટલે કે મુદ્રાને પ્રભાવ "મનુષ્યના મન પર બરાબર પડે છે. અભિનયશાસ્ત્રમાં પણ -તે જ કારણે મુદ્રાઓએ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરેલું છે. ટૂંકમાં આંતરિક ભાવેને સાકાર કરવા માટે મુદ્રા એક સુંદર સાધન હાઈ દેવપૂજા આદિમાં પણ તેને સ્વીકાર થયેલે છે.
દેવી-દેવતાઓ તથા ક્રિયા પરત્વે ભિન્ન ભિન્ન મુદ્રાઓને ઉપયોગ થાય છે, તેથી તેને વિસ્તાર અતિ - મટે છે, પરંતુ તેમાં જે મુદ્રાઓ નિત્ય પૂજા માટે
ઉપગી છે, તેને અહીં પરિચય કરાવીશું.