________________
:
મુદ્દાઓનું મહત્ત્વ
૧૧૯
મધ્યમાં આવેલી છે, માટે તેને મધ્યમા કહે છે. તે જયકરણી તરીકે પણ ઓળખાય છે. તે પછીની આંગળીને અનામિકા તરીકે વ્યવહાર થાય છે. તેને અનામા તથા પ્રાંતવાસિની પણ કહેવાય છે. અને પાંચમી કે છેલ્લી આંગળી સહુથી નાની છે, માટે તે કનિષ્ઠા કે કનિષ્ઠિકાની સજ્ઞા પામેલી છે. અત્યગા, લધ્વી, સ્વપા, રત્ની, અત્યા એ નામેા વડે પણ તેના સ'કેત થાય છે.
આ બધી આંગળીએ બંધ કરવાથી મૂઠી બને છે. તે ખાલી નાખીએ તે ઉપરના ભાગ (૨ખાવાળા) કરતલ અને નીચેના ( ચામડીવાળા ) ભાગ કરપૃષ્ઠ કહેવાય છે.
મૂઠ્ઠીનાં બે પ્રકારે છે જેમાં ટચલી આંગળી શામિલ હૈાય તે રત્ની અને શામિલ ન હેાય તે અરત્ની.
વળી એમ પણ મનાયુ છે કે આપણા હાથમાં કેટલાંક તીર્થો પ્રતિષ્ઠિત છે. જેમકે હાથના આરભમાં અંગૂઠાની નીચેના ભાગ તે આત્મતી છે. હાથના છેડે આંગળીએની ઉપરના ભાગ તે પરમાથ તીથ છે. ટચલી આંગળીની નીચેના ભાગ તે દેવતીથ છે અને અંગૂઠા તથા તનીની વચ્ચેના ભાગ તે પિતૃતી છે. સ્નાન— દાનાદિના સંકલ્પનું જલ તે તે સ્થાનની ઉપર થઈને છેડવાથી મહાલ થાય છે.