________________
૧૨૦
મંત્રદિવાકર
હવે બંધમુદ્રા કે આંતરમુદ્રા પર આવીએ. તેમાં ખેચરી આદિની ગણના થાય છે. હડપ્રદીપિકાના તૃતીય ઉપદેશમાં તેનું વર્ણન થયેલું છે. વળી માલિનીવિજયેત્તર તથા તન્નાલોક વગેરે શાસ્ત્રોમાં પણ તેનું કેટલુંક વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાં કરંકિણી, કેના, ભેરવી અને લેહિહાનિકા નામની મુદ્રાઓને ખેચરીના ભેદો કહ્યા છે.
ચિદગગનચંદ્રિકા અને પરાર્થમંજરી નામના ગ્રંથમાં કહ્યું છે કે કરંકિણી જ્ઞાનસિદ્ધોની મુદ્રા છે, કેધિની મંત્રસિદ્ધોની મુદ્રા છે, ભૈરવી મેલાપસદ્ધોની મુદ્રા છે અને લેલિહાના શાક્તસિદ્ધોની મુદ્રા છે. અહીં ખેચરીને શાંભવસિદ્ધોની મુદ્રા કરેલી છે.
મહાથમંજરીમાં પિતાના હાથ–પગોની અમુક ઢબે કરાતી જનાવિશેષને મુદ્રા કહી છે, તે મુદ્રાનું વ્યાપકપણું સૂચવે છે. જૈન પરંપરામાં પણ હાથ વગેરેની સહાયથી કરાતી શરીરની આકૃતિવિશેષને મુદ્રા માનવામાં આવી છે.
મુદ્રાને વિષય ખરેખર ગહન છે, તેથી જ ત્રિનેત્રતંત્રમાં કહ્યું છે કે–
उदयास्तमयौ व्याप्ति ध्यान मुद्रां स्वरुपत । यो वेत्येवं स सर्वज्ञः सर्व कृत् साधकोत्तम ।
(૧૮ીરૂ-રૂ૪)