________________
૧૧૮
મંત્રદિવાકર अङ्गुलिन्यासभेदेन करजा बहुमार्गगा। . सर्वावस्थास्वेकरूपा वृत्तिमुद्रा च कायिकी ।... मन्त्रतन्मयता मुद्रा विलापाख्या प्रकीर्तिता.। . ध्येयतन्मयतामुद्रा मानसी परिकीर्तिता ।।
આંગળીઓની વિવિધ રચના વડે થતા ભેદને લીધે કરજા મુદ્રા અનેક જાતની હોય છે. બધી અવસ્થામાં એકરૂપ વૃત્તિ રાખવી, તે કોયિક મુદ્રા છે. મંત્ર પ્રત્યે તન્મયતા રૂપ જે મુદ્રા, તે વિલાપ કહેવાય છે. (વામિકી. અને વાæવા તેના જ ભેદ છે.) અને ધ્યેય પ્રત્યે. તન્મયતા રૂપ જે મુદ્રા, તે માનસી કહેવાય છે.
બાહ્ય મુદ્રાને મુખ્ય સંબંધ હાથની આંગળીએ - તથા મૂઠીઓને જોડવા તથા ખેલવા સાથે જ રહ્યો છે, તેથી તે અંગે વિશેષ માહિતી મેળવી લેવી આવશ્યક છે.
મણિબંધ એટલે કાંડાથી માંડીને ઉપરના ભાગને હાથ કહેવાય છે. પાંચ આંગળીઓને સમૂહ તેમાં આવી. જાય છે. હાથના અગ્રભાગને પંચશાખ, શય કે પાણિ કહેવાય છે. તેમાં જે આંગળીઓ છે, તેને કપલ્લવ કે કરશાખ કહેવાય છે.
આંગળીઓ પાંચ હોય છે. તેમાં પહેલને અંગુષ્ઠ. એટલે અંગૂઠે કહે છે. જ્યેષ્ઠા, વૃદ્ધા અને ભ્રપૂજક એ તેનાં અન્ય નામે છે. બીજી તર્જની કહે છે. તેને પ્રદશિની, પ્રદેશિકા કે પિતૃપૂજક કહે છે. ત્રીજી આંગળી