________________
૧૧૬
મંત્રદિવાકર ગુના અભાવે કઈ અનુભવી પાસેથી તેને પ્રયોગ કરી શકાય.
જેમ મંત્રાલરમાં કંઈ પણ ફેરફાર ચાલી શકતે. નથી, તેમ મુદ્રામાં પણ કંઈ ફેરફાર ચાલી શકતું નથી.. તેનું સ્વરૂપ જે પ્રકારે નિયત થયું હોય, તે પ્રમાણે જ કરવું જોઈએ. તે જ તેનાથી ક્રિયાશુદ્ધિ સંપન્ન થાય છે. અને દેવતાને અનુગ્રહ મેળવી શકાય છે.
“મુદ્રા” શબ્દ મુદ્દે અને ર ધાતુના રોગથી બને. છે, અથવા તે યુદ્ અને ધાતુના નથી પણ તેનું નિર્માણ થાય છે. કહ્યું છે કે
मुई करोति देवानां, द्रावयत्यसुराँस्तथा । मोदनाद् द्रोवणाच्चैव, मुद्रति परिकीर्तिता ॥
જે દેવતાઓને હર્ષ પમાડે છે તથા અસુરેનું દ્રાવણ કરે છે, તે મોન અને દ્રાવક ક્રિયાને લીધે “મુદ્રા એ નામે ઓળખાય છે.”
મૃગેન્દ્રાગમમાં વિદનના સમૂહનું દ્રાવણ કરનારી. અર્થાત્ તેને અટકાવનારી હોવાથી તેને શંકરની શક્તિરૂપ મુદ્રા માનવામાં આવી છે.
નિત્યાડશિકાર્ણવતંત્ર પણ મુદ્રાઓને શક્તિરૂપ જ માને છે.
સ્વછંદતંત્રમાં કહ્યું છે કે “મંત્ર એ જ્ઞાનશક્તિ છે અને મુદ્રા એ ક્રિયાત્મક શક્તિ છે.'