________________
૧૪
! .
. મંત્રદિવાકર, અંગમાં મંત્રદેવતાને કે અન્ય કેઈ દેવતાને યથાસ્થાન ન્યાસ કરે, તે દેવતાન્યાસ કહેવાય છે. આ
(૭) તત્ત્વન્યાસ-સંસારનાં કાર્ય-કારણના રૂપમાં પરિણત તથા અલગ રહેનાર સર્વ તત્વોને શરીરમાં યથાસ્થાન ન્યાસ કરે, તે તત્પન્યાસ કહેવાય છે.
બ્રહ્માંડનાં સર્વત મારા શરીરમાં અવસ્થિત છે અને હું હવે બ્રહ્માંડ–સ્વરૂપ જ છું, એ ભાવ અતા – . કરણમાં ઉત્પન્ન કરવા માટે આ ન્યાસ કરવામાં આવે છે. તેને પીઠન્યાસ પણ કહેવામાં આવે છે. દેવતાના નિવાસગ્ય સ્થાનને પીઠ કહેવાય છે–જેમકે કામાખ્યા પીડ. શરીરને દેવતાની પીડને બનવવું, તે પીઠ– ન્યાસનો હેતુ છે.
(૮) વ્યાપજ્યાસ–કઈ પણ અંગને સ્પર્શ કર્યા વિના સર્વાંગમાં ન્યાસ કરે, તે વ્યાપકન્યાસ કહેવાય છે.
આ સિવાય ન્યાસના બીજા પણ ઘણા પ્રકાર છે. જે અમુક મંત્રના વિધાનમાં આવે છે, એટલે અહીં તેનું વર્ણન કરતા નથી.
સંસારના ગંભીર રહસ્યની દૃષ્ટિથી ન્યાસ એક અતુલનીય સાધન છે. શરીરના રોમેરેામમાં દેવતા, અણુઓમાં દેવતા અને સમસ્ત શરીર દેવતામય! આવી સ્થિતિમાં મન દિવ્ય થઈ જાય, એ સ્વાભાવિક છે :