________________
માનસિક શુદ્ધિકરણ કારણ કે તે ગમે ત્યારે ગમે તેવું ચિંતન કરવા લાગી જાય છે અને એ રીતે તપસ્વીના તપને ભંગ કરે છે. જ્ઞાનીના જ્ઞાનને ડહોળી નાખે છે અને ધ્યાનીના સ્થાનને વિસ્ત કરે છે. તાત્પર્ય કે તેમની બધી બાજી બગાડી નાખે છે. મારે પણ આવા વેરી મન સાથે જ કામ પડયું છે.
' “જેઓ સકલ શાસ્ત્રના વેત્તા છે અને શાસ્ત્રને મર્મ બરાબર જાણે છે, તેમનાં અંકુશમાં પણ તે કેઈ રીતે આવતું નથી, તે મારા જેવા એક મામુલી મનુષ્યની શી વાત! આમ છતાં હું મારાથી બનતા પ્રયત્ન કરું છું, પણ તેમાં એવો અનુભવ થયે છે કે જે તેને બળજબરીથી રિકી રાખું છું તે તે સીધું. ચાલવાને બદલે વ્યાલ (સાપ) ની પેઠે વાંકું ચાલવા માંડે છે. અહે મનની
વિચિત્રતા !
આ મન મને અનેકવાર છેતરે છે–ઠગે છે, તે અનેક વાર જેવું હોય તેવું નિખાલસપણે કહી પણ દે છે. ખરેખર ! તેને સ્વભાવ ઘણે વિચિત્ર છે. વળી તે દરેક વિષયમાં માથું મારીને દાખલ થઈ જાય છે, પરંતુ કેઈથી બધાઈ ન જતાં અલગું અને અલગું રહે છે. મનના આવા સ્વભાવથી હું ઘણું જ આશ્ચર્ય પામું છું અને વિચાર કરું છું કે તેને કઈ રીતે વશ કરવું?
હું માનતા હતા કે મને નપુંસકલિંગી છે, એટલે તેનામાં કંઈ તાકાત નહિ હોય, પણ તેણે એ