________________
માનસિક શુદ્ધિકરણ
૧૦૫ પાગલ હાથી જેવા પ્રમત્ત મનને વશીભૂત કરવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે, પરંતુ તે માટે ઉપાય અવશ્ય છે..
' જેને જે આસનનો અભ્યાસ હોય, તે આસન ' લગાવીને મસ્તક, ગરદન, પીઠ અને ઉદરને બરાબર સીધું રાખી શરીરને સીધું બનાવે. પછી નાભિમડલમાં ડુંટી ઉપર દષ્ટિ સ્થિર કરે. તે વખતે આંખનું મટકું પણ મારે નહિ. નાભિસ્થાનમાં દષ્ટિ અને મન રાખવાથી નિઃશ્વાસ ધીમે ધીમે એટલે ઓછો થતે જશે, તેટલું જ મન સ્થિર થતું જશે. આ રીતે થેડા દિવસ અભ્યાસ કરવાથી મન સ્થિર થઈ જશે. મનને સ્થિર કરવા માટે આ સરલ ઉપાય બીજે કઈ નથી.'
હવે અમારા અનુભવની પણ એક-બે વાત કહેવા ઈચ્છીએ છીએ.
એક વાર એક સુશિક્ષિત યુવક કે જે સાધનામાર્ગને સાચે પથિક હતું, તેણે અમને એકાંતમાં કહ્યું કે “હું કેઈ નવયૌવના કે અલંકૃત સ્ત્રીને જોઉં છું તે તુરત મારા મનમાં વિકાર પેદા થાય છે. તેનાથી બચવાને કઈ ઉપાય હોય તો બતાવો.”
અમે કહ્યું: “એ ઉપાય સહેલે છે અને તે તમે તરત જ કરી શકે એવે છે. તમે જ્યારે પણ કેઈ નવ-ચૌવના કે અલંકૃત સ્ત્રીને જુઓ કે તરત જ મા, મા, મા” એ ઉચ્ચાર ત્રણ વખત કરો અને તરત જ