________________
[૯]
દિવ્યતા સંપાદન કરવાની ખાસ ક્રિયા
દેવપૂજાને અધિકાર મેળવવા માટે જે ભૌતિક -અને માનસિક શુદ્ધિકરણ આવશ્યક છે, તેમ દિવ્યતા સંપાદન કરવાનું પણ આવશ્યક છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે “ો મૂલ ડેવં ચત્ત-દેવ બનીને દેવની પૂજા કરવી. ” તાત્પર્ય કે મનુષ્ય પ્રથમ દિવ્યતા સંપાદન કરીને પછી દેવની પૂજા કરવી જોઈએ.
“ દિવ્યતા સંપાદન કેમ કરવી ?”એ એક વિચારણીય પ્રશ્ન છે. પરંતુ મંત્રવિશારદોએ ન્યાસકિયા નિર્માણ કરીને તેને તેડ કાઢયો છે. ખરેખર! ન્યાસ એ મંત્રવિદ્યાની એક અદ્ભુત કિયા છે અને તે સાધકને અતિ ઝડપથી સિદ્ધિ તરફ લઈ જાય છે.
એક મંત્રવિશારદ મહાનુભાવ જણાવે છે કે “આ શૂલ શરીરમાં અપવિત્રતાનું સામ્રાજ્ય છે, તેથી તેને દેવપૂજાનો અધિકાર ત્યાં સુધી મળતું નથી કે જ્યાં સુધી તે શુદ્ધ અને દિવ્ય બની ન જાય. જ્યાં સુધી તેની