________________
૧૦૬
મંત્રદિવાકરતમારાં નેત્રો બંધ કરી દેજે. ત્યારપછી થોડી વારે તમારા રસ્તે ચાલ્યા જશે કે જે કાંઈ કરવાનું હોય તે કરશે.
તે યુવકે આ પ્રયોગ શરૂ કર્યો અને તેના ચમત્કારિક પરિણામથી તે અત્યંત પ્રભાવિત થઈ ગયે. પછી તે. અંગે તેને વિશેષ સમજ આપતાં અમે કહ્યું : “આ જગતમાં પિતાની સ્ત્રી સિવાય જેટલી પણ સ્ત્રીઓ છેનાની કે મોટી–તે બધીને માતા જ ગણવી. માતા ગમે. તેવી સુંદર હોય તે પણ તેના પ્રત્યે આપણને વિષયવિકાર ઉત્પન્ન થતું નથી. વળી મા, મા, મા” એમ. કહેવાનો ઉદ્દેશ એવો પણ છે કે “તું શક્તિ માતાનું જ એક સ્વરૂપ છે, જગતજનની છે, હું તારું માતા તરીકે જ સ્મરણ કરું છું” સ્વામી રામકૃષ્ણ પરમહંસે આ પ્રાગથી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યું હતું અને સાચા સાધકબની અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી હતી.
મનને સ્થિર કરવાનો એક ઉપાય એ છે કે તેને. તદ્દન નવરું પડવા દેવું નહિ. શયતાન જેમ નવરા હાથને માટે કેઈ તોફાન શોધી કાઢે છે, તેમ નવરા મન માટે પણ કેઈને કેઈ તોફાન શોધી કાઢે છે; તેથી તેને કઈ શુભ-સુંદર–પ્રશસ્ત વિષયમાં રોકી રાખવું. તેનો વિચાર કર્યા કરે, તે તે જ્યાં ત્યાં ભમશે નહિ. આ શુભ–સુંદર, પ્રશસ્ત વિષય તરીકે અમે તે પરમાત્માનું કેઈ પણ પ્રિય નામ જ સૂચવીએ છીએ કે જેને નામમંત્ર કહેવામાં આવે.' છે. જરા યે નવરા પડ્યા કે તેનું રટણ કર્યા કરે તે