________________
૨૦૪
- મંત્રદિવાકર એ પવિત્ર ભાવેને મારા અંતઃકરણમાં સ્થિર કરી રહ્યો છું અને રેચક કરતી વખતે એમ ચિંતવવું જોઈએ કે પ્રણવમંત્રની સહાયથી મારા અંતરમાં ભરાઈ રહેલા સર્વ અપવિત્ર–અશુદ્ધ ભાવોને બહાર કાઢું છું.
આ ચિંતન સબળ હોવું જોઈએ. તે જ આ પ્રાણાયામની ક્રિયા માનસિક શુદ્ધિ કરવામાં સહાયક બને, છે, અન્યથા એક જાતને ભૌતિક વ્યાયામ બની રહે છે કે જેનું વિશેષ મૂલ્ય નથી.
પ્રાણાયામથી વાયુનો નિગ્રહ થઈ શકે છે અને વાયુને નિગ્રહ થતાં મન પર જલદી કાબૂ આવી શકે છે, એટલે પ્રાણાયામનો અભ્યાસ અવશ્ય કરવું જોઈએ. મંત્રસાધનામાં તે એક વિધિ તરીકે પણ તેને અવશ્ય આદર કરવાને છે.
સ્વામી નિગમાનંદ સરસ્વતીએ ગીગુરુ' નામના ગ્રંથમાં “મનને સ્થિર કરવાનો એક અનુભૂત ઉપાય”. બતાવેલ છે, તે પાઠકેની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ.
મન સ્થિર ન હોય તે કઈ કામ બનતું નથી. ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, તથા ભૂચરી, એ કરશે મુદ્રાદિ જે અનુષ્ઠાને છે, તે બધાને ઉદ્દેશ્ય એ છે કે ચિત્તવૃત્તિઓને રેકી મનને વશ કરવામાં આવે. મદમસ્ત