________________
૧oo
- મંત્રદિવાકરરેચકની ક્રિયા હોય, તેને જ પ્રાણાયામ કહેવામાં આવે છે.
બહારથી વાયુનું આકર્ષણ કરીને તેને શરીરની અંદર પૂરે, તે “પૂરક” નામની ક્રિયા છે; અંદરથી ખેંચાયેલા વાયુને જલથી ભરેલા કુંભ કે ઘડાની માફક ધારણ કરી રાખે, તે “કુંભક” નામની ક્રિયા છે અને ધારણ કરેલા વાયુને ધીમે ધીમે બહાર કાઢવે, તે “રેચક નામની ક્રિયા છે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે પ્રાણાયામ. અનેક પ્રકારના છે. જેમ કે-(૧) સ્વાભાવિક, (૨) અનુલેમવિલેમ, (૩) સૂર્યભેદન, (૪) ચંદ્રભેદન, (૫) ઉજજાયી.. (૬) સીત્કારી, (૭) શીતલી, (૮) ભસિકા, (૯) ભ્રામરી, (૧૦) મૂચ્છ, (૧૧) પ્લાવિની વગેરે. તેમાં પહેલો અને. બીજો પ્રકાર વધારે સરલ છે અને સાધકે મુખ્યત્વે તેને જ ઉપગ કરવાનો છે.
અહીં એ પણ જણાવી દઈએ કે પ્રાણાયામના અન્ય. પ્રકારે ગુરુ કે કઈ અનુભવી પુરુષ પાસેથી બરાબર, શીખી લીધા પછી જ તેને પ્રવેગ કરવા જેવું છે. તે. અંગે સિદ્ધિગનાં વચન સાંભળે ?
प्राणायामेन युक्तेन, सर्वरोगक्षयो भवेत् । अयुक्ताभ्यासयोगेन सर्वरोगसमुद्भवः ॥
हिका श्वासश्च कासश्च शिरः कर्णाक्षिवेदना । ..... भवन्ति विविधा दोषाः पवनस्य व्यतिक्रमात् ।।