________________
મંત્રદિવાકર કમલપત્રે કાદવમાં જન્મવા છતાં જેમ જલરાશિથી અલિપ્ત રહે છે, તેમ આ મહાપુરુષો મલિન ભારેથી અલિપ્ત રહેતા અને ખડકે જેમ સાગરના ઉછળતા–ઘૂઘવતાં પાણીમાં સ્થિર રહે છે, તેમ તેઓ વિપરીત સંયોગો કે ભયાસ્પદ પ્રસંગોમાં પણ પોતાના મનને સ્થિર રાખતા અને પિતાની સાધનારૂપી નૈયાને આગળ હંકારતા.
જ્યાં સુધી આવી માનસિક સ્થિતિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી મંત્રશક્તિરૂપી પ્રકાશ થતો નથી અને સાધકની મનકાસના અપૂર્ણ જ રહે છે. પરંતુ મનને આ ભૂમિકાએ લઈ આવવાનું કામ સહેલું નથી.
એક મહાન સાધક મનની પરિસ્થિતિ અંગે પોતાનો અનુભવ પ્રકટ કરતાં જણાવે છે કે –
આ મન પર કઈ રીતે ય મેળવાતો નથી. હું જેમ જેમ તેને જિતવાનો પ્રયત્ન–પ્રયાસ કરું છું, તેમ તેમ તે ખીલે બંધાવાને બદલે દૂર દૂર ભાગતું જાય, છે. ઘડીમાં તે રાત્રિ અને દિવસમાં જાય છે, તે ઘડીમાં વસ્તી અને વેરાનમાં જાય છે. વળી ઘડીમાં તે આકાશમાં ઉડે છે, તે ઘડીમાં તે પાતાળમાં પેસે છે. આમ તેના ભ્રમણ—પરિભ્રમણને કઈ છેડે જ નથી.
“કેટલાક મુક્તિની અભિલાષાથી ઉગ્ર તપ કરે છે, કેટલાક જ્ઞાનમાં મસ્ત બને છે, તે કેટલાક ધ્યાનને અભ્યાસ કરે છે, પણ એ બધાને મનની નડતર મેટી છે