________________
[૮]
માનસિક શુદ્ધિકરણ
સ્કૂલસૂમ શરીરની શુદ્ધિ થવાથી જ કામ પૂરું થતું નથી. એ તે શુદ્ધિરૂપી ગાડીને માત્ર એક પાર્ટી છે. તેમાં માનસિક શુદ્ધિ કે મનની પવિત્રતા રૂપી બીજો પાટો બાકી રહે છે અને તે અતિ મહત્વને છે.
મંત્રસાધના નિમિત્તે દેવપૂજન, જપ, ધ્યાન આદિ જે જે ક્રિયાઓ કરવાની છે, તે બધી મનની પવિત્રતાપૂર્વક જ કરવી જોઈએ, અન્યથા ફલદાયી થતી નથી. અન્ય શબ્દોમાં કહીએ તે જેમ અપવિત્ર શરીર વડે કરાયેલી મંત્રસાધના કે કરાયેલું પુરશ્ચરણ-અનુષ્ઠાન નિષ્ફળ જાય છે, તેમ અપવિત્ર મન વડે કરાયેલી મંત્રસાધના કે કરાયેલું પુરશ્ચરણ–અનુષ્ઠાન પણ નિષ્ફળ જાય છે.
મનઃશુદ્ધિ કે મનની પવિત્રતા તો મંત્રસાધનાને પ્રાણ છે અને તે મંત્રદેવતાને જાગૃત–પ્રસન્ન કરવામાં અતિ અગત્યનો ભાગ ભજવે છે, એ ભૂલવાનું નથી. સ્વપ્ન