________________
ભૌતિક શુદ્ધિકરણ અન્ય પુસ્તક દ્વારા વિશેષ જ્ઞાન મેળવાય તો હિતાવહ છે.
આ રીતે ભાવનાબળે કુંડલિની શક્તિ દ્વારા જીવશિવનું મિલન કરાવ્યા પછી એવી ભાવના કરવી જોઈએ કે શરીરમાં પગનાં તળિયાથી માંડીને જાનુપયત પૃથ્વી— મંડલ છે. તે ચેરસ છે અને તેનો રંગ પીળે છે. તેમાં પાદેન્દ્રિય, ચાલવાની ક્રિયા, ગંતવ્યસ્થાન, ગંધ, નાક, પૃથ્વી, બ્રહ્મા, નિવૃત્તિકલા તથા સમાનવાયુ નિવાસ કરે છે. તે પ્રત્યેકનું સ્મરણ કરીને
'ॐ हाँ ब्रह्मणे पृथिव्यधिपतये निवृत्तिकलात्मने हुं # સ્વાહા”
એ મંત્રના ઉચ્ચારણપૂર્વક કુંડલિની દ્વારા એ ધાને જલસ્થાનમાં વિલીન કરી દેવાં જોઈએ. એટલે કે આ બધી વસ્તુઓ હવે જલસ્થાનમાં વિલીન થઈ રહી છે, એવી ભાવના કરવી જોઈએ.
જાનુથી નાભિ સુધીના પ્રદેશમાં વેત વર્ણનું અર્ધચન્દ્રાકાર જલમંડલ છે. તેમાં હસ્ત-ઈન્દ્રિય, દાનકિયા, દાતવ્ય, રસ, રસનેન્દ્રિય, જલ, વિષ્ણુ, પ્રતિષ્ઠાકલા તથા ઉદાનવાયુ નિવાસ કરે છે. તેનું સ્મરણ કરીને –
ॐ ही, विष्णवे जलाधिपतये प्रतिष्ठाकलात्मने हुँ સ ચાદ્દા”
એ મંત્રના ઉચ્ચારણપૂર્વક કુંડલિની દ્વારા એ બધાને અગ્નિસ્થાનમાં વિલીન કરી દેવા જોઈએ.