________________
[૫]
બીજમંત્રોના અર્થો અને ક્રિયા કે
બીજમાં આખું વૃક્ષ છૂપાયેલું હોય છે, પણ તે દેખાતું નથી. કોઈ રાસાયણિક પ્રક્રિયાથી બીજનું વિશ્લેષણ કરીએ તે પણ તે દશ્યમાન થતું નથી. પણ એ બીજને ચાર-પાંચ દિવસ માટીમાં દાટી રાખીએ અને તેના પર જલનું થોડું થોડું સિંચન કર્યા કરીએ તે તેમાંથી અંકુર ફેટે છે અને તે ક્રમશઃ વૃદ્ધિ પામતાં વૃક્ષનું રૂપ ધારણ કરે છે. આ જ રીતે દેવ-દેવીઓના બીજમંત્રોમાં તેમની શક્તિ છૂપાયેલી હોય છે. એ મંત્ર સાંભળવામાં તે માત્ર અક્ષરસ્વરૂપ લાગે છે, પણ તેને ભક્તિ-શુદ્ધિ–વિધિપૂર્વક જપ કરવામાં આવે છે તેમાંથી ગુપ્ત શક્તિ પ્રકટ થાય. છે અને તે સાધકના સર્વ મનોરથ પૂરા કરી આપે છે.
મંત્રીને બીજાક્ષર પણ કહેવામાં આવે છે. તેમને માટે તંત્રવિદ્યામાં જે સંકેતેનો ઉપગ થાય છે, તેનું વર્ણન મંત્રવિજ્ઞાનના છઠ્ઠા પ્રકરણમાં કરવામાં આવ્યું છે. સાધકેએ તે અવશ્ય અવેલેકી લેવું જોઈએ. '