________________
"
[૭] ભૌતિક શુદ્ધિકરણ
- ભક્તિ અને શુદ્ધિ એ મંત્રસાધનાના મુખ્ય સ્થ છે. અહીં શુદ્ધિ શબ્દથી મુખ્યતયા ભૌતિકશુદ્ધિ (શરીર– શુદ્ધિ અને માનસિક શુદ્ધિ અપેક્ષિત છે. દિશુદ્ધિ અને સ્થાનશુદ્ધિનો સમાવેશ પણ શુદ્ધિમાં કરવામાં આવ્યું છે, પરંતુ તે ઔપચારિક શુદ્ધિ છે. સાધકે ખરો પ્રયત્ન - તે ભૌતિક શુદ્ધિ અને માનસિક શુદ્ધિ માટે જ કરવાનું છે. - ભૌતિક શુદ્ધિ એટલે શરીરશુદ્ધિ. તેના બાહ્યઅત્યંતર એવા બે પ્રકારે માનવામાં આવ્યા છે. તેમાં બાહા શુદ્ધિ સ્થૂલ શરીરને સ્પર્શે છે અને અત્યંતર શુદ્ધિ સૂક્ષ્મ શરીરને સ્પર્શે છે. વાસ્તવમાં આ બંને શદ્ધિઓ યથાર્થ પણે થાય તે જ શરીરશુદ્ધિને સિદ્ધાંત સચવાય છે અને તે મંત્રસાધનામાં ઊપકારક નીવડે છે. ' શરીરની બાહ્ય શુદ્ધિ એટલા માટે જરૂરની છે કે તેનાથી શરીર અને તેનાં અંગેપગે સ્વચ્છ રહે છે, થાક