________________
મંત્રદિવાકર રથી લખી ચૂક્યા છીએ, એટલે અહીં તેની પુનરાવૃત્તિ નહિ કરીએ..
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે આ કામ સહેલું તે નથી જ. કેટલાકને આ વસ્તુ અસંભવિત જેવી લાગે છે, પણ અમે તેમાં સહમત થતા નથી. સગુરુની સંખ્યા આજે અ૯પ છે અને કવચિત્ મળી આવે છે, પણ તેને સર્વથા લેપ થયે નથી. જે તીવ્ર ઝંખના રાખીએ તે કબીરજીને સદ્ગુરુ સાંપડયા, તેમ આપણને પણ જરૂર સાંપડે. પરંતુ આવી ઝંખના–આવી લગની આપણે રાખીએ. છીએ ખરા? છેડે પ્રયત્ન કર્યો અને તેમાં સફલતા ને મળી કે લમણે હાથ દઈને બેસી જઈએ છીએ અને હવે તે કંઈ બનશે જ નહિ, એમ માની લઈએ છીએ. પણ પ્રયત્ન સતત અને સબળ કરવો જોઈએ.
જેને સગુરુની તીવ્ર ઝંખના છે, તેને ગુરુ સ્વપ્નમાં દર્શન દે છે અને મંત્રીપદેશ પણ કરે છે. વળી આ મંત્ર જલદી સિદ્ધ થાય છે. અલબત્ત, આવી ઘટના કઈ કઈ વાર બને છે, પણ તે બને છે ખરી, તેથી જ અહીં તેની નેધ લેવામાં આવી છે.
સતત અને સબળ પ્રયત્ન કરવા છતાં સદ્ગુરુ ન સાંપડે તો જલભરેલા કુંભમાં સદ્ગુરુની સ્થાપના કરવી અને મૂલમંત્ર પીંપળાનાં પાન પર લખી તેની પાસે મૂકી, પછી તે ગ્રહણ કરે. તે વખતે મનમાં એવી