________________
૬૮,
મંત્રદિવાકર.. છે, ત્યાં મન એકાગ્ર થઈ શકતું નથી અને તેથી જપધ્યાન આદિ ક્રિયાઓ બરાબર થઈ શકતી નથી. જે સ્થાન, અપવિત્ર હોય, ત્યાં પવિત્ર ભાવના-પવિત્ર વિચારે શી. રીતે ફુરે? અને જે સ્થાનમાં ચેર, લુંટારા, વાઘ, વરૂ, અન્ય શિકારી પ્રાણીઓ, સાપ, વીછી વગેરેને વારંવાર ઉપદ્રવ થતો હોય, ત્યાં સાધક પિતાની સાધનામાં સ્થિર શી રીતે થઈ શકે ? ગૃહસ્થ પોતાના નિવાસસ્થાનમાં. એક જૂદો ઓરડે કે જૂઠું સ્થાન નક્કી કરીને ત્યાં મંત્રની સાધના કરી શકે છે. .
. ' મંત્રની સાધના શુભ દિવસે, શુભ મુહૂર્ત શરૂ. કરવી જોઈએ. પરંતુ તે પહેલાં દેહશુદ્ધિ નિમિતે બની શકે તે ત્રણ ઉપવાસ, નહિ તે બે ઉપવાસ, છેવટે એક ઉપવાસ પણ કરવો જોઈએ. આ ઉપવાસ નકોરડા સમજવા. તેમાં માત્ર જળ જ લઈ શકાય. જે આટલું પણ ન બને તે આગલા દિવસે અને ત્યાગ કરી માત્ર દૂધ કે. ફળ-રસ પર રહેવું જોઈએ. '
ગુરુદત્ત મંત્રની શ્રદ્ધાપૂર્વક સાધના કરવી જોઈએ, તે જ તે સિદ્ધ થાય છે, અન્યથા થતો નથી. શ્રદ્ધા એટલે. મંત્રશક્તિમાં પૂરો વિશ્વાસ, તેની કાર્યસાધતા માટે દઢ પ્રતીતિ. આ વિશ્વાસ-આવી પ્રતીતિ જે મનની સ્થિતિ સંશાયરહિત હોય તે જ સંભવે છે. જે મંત્રની.. શક્તિ કે કાર્ય સાધતા વિષે મનમાં શંકા-સંશય હાય, તે પ્રથમ તે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાની...
,
,
૧