________________
મંત્રસાધનાપદ્ધતિ
૭૧ પૂજા, જપ આદિ ક્રિયાઓ યથાર્થ પણે શી રીતે થઈ શકે ?
શરીરમાં વહુ ઘર્મધામ” એ ઉક્તિ અહીં બરાબર લાગુ કરવી જોઈએ. ઘણા માણસે શરીરની અસ્વસ્થ હાલતને લીધે જ મંત્રસાધના કરી શકતાં નથી.
પાપી વિચારોમાંથી મનને નિવૃત્ત કરવું, તે મનશુદ્ધિ. દેહશુદ્ધિ કરતાં આ કામ વધારે કઠિન છે, કારણ કે ધજાની પૂંછડી અથવા કુંજરના કાન જેવું ચપળ મન અનેકાનેક વિચાર કર્યા કરે છે અને તેમાં ઘણું વિચારે પાપી પણ હોય છે. જે મનને તમે એમ કહો કે તું વાંદરાનો વિચાર કરીશ નહિ, તે વાંદરે એને વધારે વાર યાદ આવે છે. એ જ રીતે બીજા વિચારોનું પણ સમજી લેવું. પરંતુ સત્સંગ, રવાધ્યાય, સાત્વિક ભોજન, ભૂતશુદ્ધિ તથા પ્રાણાયામ વગેરે ક્રિયાઓ વડે મનની શુદ્ધિ કરી શકાય છે અને તે મંત્રસાધનામાં અતિ મહત્વની છે. ' ' '
આ બંને શુદ્ધિ અંગે વધારે વિવેચન આગળ આવશે. - મંત્રને અનુરૂપ દિશાની પસંદગી કરવી, એટલે કે - તે સામે મુખ રાખીને બેસવું એને દિફશુદ્ધિ કહે છે.
સૌભાગ્ય માટે પૂર્વ દિશામાં અને શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ માટે ઉત્તર દિશામાં મુખ રાખીને બેસવાનું હોય છે. તે
જે સ્થાનમાં બેસીને મંત્રસાધના કરવાની હોય, તે સ્થાનને વાળી-ળીને સાફ કરવું, તેમાં જળ કે ગુલાબજળને છંટકાવ કરે, ત્યાં ધૂપ-દીપ વગેરે પ્રકટાવવા કે