________________
30
મંત્રદિવાકર ધન કમાઈ શકે છે. અથવા “આ કામ હું જરૂર પાર પાડી શકીશ.” એવી શ્રદ્ધાવાળો એ કામ હાથ ધરે છેઅને તેને પાર પાડી શકે છે. અશ્રદ્ધાળુ આમાંનું કંઈ કરી. શકતે નથી ' જે શ્રદ્ધા મજબૂત હોય તે પ્રયત્ન પ્રબળ થાય છે અને તે સિદ્ધિને સમીપ લઈ આવે છે. જે શ્રદ્ધા તૂટી તે પ્રયત્ન તૂટી પડે છે અને સાધનાને એકાએક અંત. આવી જાય છે, માટે સાધકે પ્રારંભથી અંત સુધી. શ્રદ્ધાન્વિત રહેવું [ રહેવું,
, , , , મંત્રસાધનામાં જેટલું મહત્વ શ્રદ્ધાનું છે, તેટલું જ મહાવ શુદ્ધિનું પણ છે. તેના ચાર પ્રકારે માનવામાં આવ્યા છેઃ (૧) દેહશુદ્ધિ, (૨) મનઃશુદ્ધિ, (૩) દિફશુદ્ધિ અને (૪) સ્થાનશુદ્ધિ
સ્નાન દ્વારા દેહને શુદ્ધ કરે, તે દેહશુદ્ધિ. આ વખતે માટી કે આંબળાના ચૂર્ણ જેવા નિર્દોષ પદાર્થો વાપરવા જોઈએ, પણ ચરબીવાળા સાબુને ઉપયોગ કરે: નહિ. તપશ્ચર્યા, ભૂતશુદ્ધિ વગેરે દ્વારા દેહની વિશિષ્ટ. પ્રકારે શુદ્ધિ થાય છે, એટલે તેનું પણ આલંબન લેવું જોઈએ. અહીં દેહશુદ્ધિનો અર્થ છેડે વિસ્તારીએ અને તેને સ્વસ્થતા સુધી લઈ જઈએ, તે પણ ખોટું નથી. રોગ પણ એક જાતની અપવિત્રતા છે અને તે શરીરમાં પેઠે હેાય તે મનને અસ્વસ્થ કરી મૂકે છે. આ અવસ્થામાં