________________
મંત્રસાધનાપદ્ધતિ
ગુરુના સંગથી, સારાં પુસ્તકનાં વાંચનથી તથા મધ્યસ્થ - ભાવે ચિંતન કરવાથી સંશયાવસ્થા દૂર થઈ શકે છે.
ભગવદ્ગીતામાં કહ્યું છે કે “અજ્ઞાત્રધાન, સંશયાત્મા વિનરાતિઅજ્ઞાની અને અશ્રદ્ધાળુ આત્મા સર્વ ક્ષેત્રમાં
સદા સંશયશીલ રહે છે અને છેવટે તેને વિનાશ થાય છે.” - દેવ, બ્રાહ્મણ, ઔષધ, મંત્ર આદિ ભાવના પ્રમાણે ફળ આપે છે, એટલે મંત્રને મામુલી સમજીએ તે મામુલી ફળ મળે છે અને મહાન માનીએ તે તેનું ફળ મહાન મળે છે. કેઈ મંત્ર ના હોય તે આ શું ફળ આપશે ? એ કુતર્ક કરે નહિ. અગ્નિને તણખે ના હોય છે, તો પણ ઘાસની મોટી ગંજીને બાળી મૂકે છે અથવા મચ્છર અતિ નાનું હોય છે, પણ કુંજરના કાનમાં પેસે તે તેને સંઝવી મારે છે. એ રીતે મંત્ર નાનો હોય તે પણ પિતાને પ્રભાવ વિસ્તારી શકે છે અને યથેષ્ટ ફળ આપી શકે છે. મુખ્ય વાત એ છે કે મંત્ર નાને હેય કે મેટા હોય, સાધકે તેની શક્તિમાં પૂરી શ્રદ્ધા રાખીને તેની સાધના કરવી જોઈએ.
કેઈએમ કહેતું હોય કે શ્રદ્ધાથી શું થાય ? તે એ ભૂલે છે. વ્યાવહારિક તથા પારમાર્થિક બંને સિદ્ધિઓનું મૂળ શ્રદ્ધામાં જ રહેલું છે. “હું જરૂર ભણી શકીશ” એવી શ્રદ્ધાવાળે ભણી શકે છે. “હું જરૂર ધન કમાઈ શકીશ” એવી શ્રદ્ધાવાળો વ્યાપારાદિ પ્રવૃત્તિ કરે છે અને