________________
મંત્રદિવાકર
૫૦
કાર્યો સંપન્ન કરે છે, એમ કહીએ તે પણ ચાલે. આને અર્થ એમ સમજવાના કે દેહુ એક પ્રકારનુ યંત્ર છે અને વાયુ તેને ચલાવનારું ઉપકરણ છે; તેથી જ વાયુ પર કાબૂ મેળવવા મહત્ત્વને છે.
વાયુ પર કાબૂ આવ્યા કે મન પર કાબૂ આવે છે અને મન પર કાબૂ આવ્યા કે ઈન્દ્રિયજય થાય છે. ઈન્દ્રિયજય થતાં સિદ્ધિ મળવામાં કંઈ વલમ થતા નથી.
આપણા દેહમાં હૃદયપ્રદેશની અંદર અનાહત નામનું ચક્ર છે, તેની વચ્ચે ત્રિકેાણાકાર પીઠ ઉપર વાયુખીજ ચ રહેલું છે. આ વાયુીજને પ્રાણવાયુ કહેવાય છે. તે શરીરના જુદા જુદા ભાગમાં રહીને દૈહિક કાર્ય ભેદી દશ નામેા વડે આળખાય છે.
ગારક્ષસહિતામાં કહ્યુ છે કે—
प्राणोऽपानः समानश्चोदानव्यानौ च वायवः । નાનઃ મેડિયા, ફેવરીો ધનગ્નચઃ ॥ ૨૧ ||
'
પ્રાણ, અપાન, સમાન, ઉદ્યાન, વ્યાન, નાગ, ધૂમ, કુકર, દેવદત્ત અને ધનજય, એ દૃશ નામથી પ્રાણવાયુ ઓળખાય છે.’
આ દશ વાયુઓમાં પ્રાણાદિ પચવાયુ અંતઃસ્થ છે અને નાગાદિ પંચવાયુ મહિસ્થ છે, એટલે કે બહારના છે. આ દશેય વાયુનું કાય નીચે પ્રમાણે સમજવું :~~~
(૧) નાકથી શ્વાસ-પ્રશ્વાસ લેવે, પેટમાં ગયેલા અન્નજળને પચાવીને અલગ કરવા, નાભિસ્થલમાં અન્નને