________________
મંત્રઢિવાકર
(૫) ત્યાંથી ઉપર જતાં કઠપ્રદેશમાં પાંચમું પદ્મ આવેલું છે, તેને વિષ્ણુ કહેવામાં આવે છે.
૪૮
(૬) ત્યાંથી ઉપર જતાં એ ભ્રમરાની વચ્ચે છઠ્ઠું પદ્મ આવેલુ છે, તેને આજ્ઞાચક્ર કહેવામાં આવે છે.
જ્યાં ષટચક્રને ઉલ્લેખ આવે છે, ત્યાં આ છ ચક્રો સમજવાં.
(૭) તાળવાના મૂળમાં એક પદ્મ આવેલું છે, તેને લલનાચક કહે છે.
(૮) બ્રહ્મર ધ્રમાં શ્વેતવર્ણનુ શતદલપદ્મ આવેલુ છે, તેને ગુરુચક્ર કહેવામાં આવે છે. કેટલાક તેને જ્ઞાનચક્ર કે મનચક્ર તરીકે પણ ઓળખે છે.
(૯) પ્રાર’ધ્રની ઉપર મહાશૂન્યમાં સહુસઇલ પદ્મ આવેલુ' છે, તેને સહસ્રારચક્ર કહેવામાં આવે છે.
—મૂલાધારચક્રમાં પૃથ્વીભૂતનું સ્થાન છે.
-સ્વાધિષ્ઠાનચક્રમાં જલભૂતનું સ્થાન છે. મણિપુરચક્રમાં અગ્નિભૂતનું સ્થાન છે.
--અનાહતચક્રમાં વાયુભૂતનું સ્થાન છે. ---વિશુદ્ધચક્રમાં આકાશભૂતનું સ્થાન છે.
આ રીતે પંચભૂત કે પંચતત્ત્વનાં સ્થાન ઉપરાંત ખીજા તત્ત્વાનાં સ્થાન પણ આપણા દેહમાં આવેલાં છે, તે પ્રસ ંગેાપાત્ત સમજાશે: