________________
દેહાદિ અંગે વિશિષ્ટ જ્ઞાન
અe એટલે તેને જાગૃત કરવી જોઈએ. વિશિષ્ટ પ્રક્રિયાથી તે જાગૃત થાય છે, તેમાં મંત્રીને પણ ઉપગ હોય છે. આ કુંડલિની શક્તિ જાગૃત થઈને વિવિધ ચક્રોનું ભેદન કરતી ઉપર જાય છે અને મસ્તકમાં રહેલા સહસ્ત્રાર કમલમાં પહેચે છે, ત્યારે પ્રકૃતિ અને પુરુષનું અર્થાત્ પરમાત્માનું મિલન થયું ગણાય છે અને તેથી અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. *
- આ કુંડલિની શક્તિનું વિશેષ જ્ઞાન છે તે અંગે લખાયેલાં ખાસ શા કે ગ્રંથે અને અનુભવીઓના સંપર્ક-સહવાસથી જ થઈ શકે. (
નવ ચક્રો (૧) મૂલાધારચકનો ઉલ્લેખ ઉપર આવી ગયો. તેમાં કુંડલિની શક્તિનું અવસ્થાન હોય છે. આને આધાર 'ચિકે પણ કહે છે.
. (૨) મૂલાધારથી બે આંગળ ઉપર જઈએ તે લિંગમૂલના પ્રદેશમાં બીજું પદ્ધ આવેલું હોય છે, તેને સ્વાધિ- 'ઝાનચક્ર કહેવામાં આવે છે. - (૩) ત્યાંથી ઉપર જતાં નાભિપ્રદેશમાં ત્રીજું પર્વ આવેલું છે, તેને મણિપુરચક કહેવામાં આવે છે.
(૪) ત્યાંથી ઉપર જતાં હૃદયપ્રદેશમાં ચોથું પ આવેલું છે, તેને અનાહતચક્ર કહેવામાં આવે છે. :