________________
મંત્રને અલૌકિક પ્રભાવ
૨૩ અન્ય ભાગને પૃથ્વી કહેલી છે. આ પ્રદેશને તે વિદ્વાનોએ સાક્ષાત્ સ્વર્ગની ભૂમિ જ માનેલી છે. 'આ સ્વર્ગભૂમિમાં લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરીને આપણું પૂર્વપુરુષોએ એ મહાન શબ્દશક્તિને પ્રાપ્ત કરી હતી કે જેને બીજમંત્ર અથવા મંત્ર કહેવામાં આવે છે અને જેના દ્વારા સંસારની સર્વ અલભ્ય વસ્તુઓ સુલભ થઈ જાય છે. તે સાથે અત્યંત દુર્લભ ભગવાનની ભક્તિને પણ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ કાલના કુટિલ ચકથી અભાગી ભારતવાસી બીજાની દેખાદેખીથી પિતાના આ પ્રાચીન નિધિને ઠેકરે મારતે આવ્યા છે, એના મસ્તિષ્ક પર પાશ્ચાત્ય સભ્યતાએ એ રંગ ચડાવી દીધો
છે કે તે કેવળ એ જ વસ્તુઓ અને સિદ્ધાંતને અપના- વવાનું સાહસ કરે છે કે જે તેના માનેલા ગૌરાંગ દેવના
જીવનમાં સ્થાન પામેલ હોય. જે યુરોપના લેકેએ આપણા પૂર્વજોની જેમ ભૌતિક સંપત્તિ અને ભોગવિલાસને ઠેકરે મારી, વર્ષો સુધી કઠિન તપસ્યા કરી, મંત્રરત્નની પ્રાપ્ત કરી ન હોય, તે શું યંત્ર એ કઈ વસ્તુ જ નથી? એનું કોઈ મહત્વ નથી ? એમાં વિશ્વાસ રાખવો એ શું અંધપરંપરા છે? મૂર્ખતા છે? પાગલપણ છે? આ કાયરતા
કે આત્મગૌરવ-હીનતાની ભાવનાને લીધે જ છેલ્લી એક-બે ; શતાબ્દીઓથી આ પ્રાચીન નિધિની એટલી અવહેલના
કરવામાં આવી છે કે હવે તે તેનું અસ્તિત્વ જ ભૂંસાવા લાગ્યું છે. કેટલાક વખત પહેલાં તાંત્રિક અથવા મંત્રને