________________
૨૪.
મંત્રદિવાકર
ગાળ દેવી એ સભ્યતાનું લક્ષણ મનાવા લાગ્યું હતું અને એ પ્રવૃત્તિ હજી સુધી બંધ પડી નથી. આ રીતે આ “વિજ્ઞાનયુગમાં પાશ્ચાત્ય સભ્યતાના અંધ અનુકરણથી આપણે આપણા અનેક પ્રાચીન રને ખયાં છે અને તેમાં મંત્રવિદ્યાનું સ્થાન મુખ્ય છે. આ રીતે મંત્રવિદ્યા યુતિ થતાં આપણા પૂર્વજોએ જે માર્ગે સાંસારિક તથા પારમાર્થિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, તે માર્ગ આપણે જોઈ બેઠા છીએ અને બીજાની દેખાદેખીથી એવા ભૂલભૂલેવામાં દાખલ થઈ ગયા છીએ કે જેમાંથી બ્રહાર નીકળી શકીએ જ નહિ.
- જ્યારે આ રીતે વીસમી સદીમાં અવિશ્વાસ અંધકાર આપણા પ્રાચીન ઉજજવલ ચિંતામણિઓને લુપ્ત કરી રહ્યો છે, ત્યારે ભાગીરથીના આ પવિત્ર પ્રદેશના નિવાસીઓને ધન્યવાદ આપ્યા વિના રહી શકતું નથી. આજે પણ ત્યાં પાયઃ પ્રત્યેક ગામમાં કઈને કઈ એવા મંત્રજ્ઞનું અસ્તિત્વ છે કે જે પિતાની મંત્રશક્તિદ્વારા વિવિધ પ્રકારની સાંસારિક બાધાઓને-આપત્તિઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. મેં આ પવિત્ર મંત્રલેકમાં ચારે બાજુ ઘૂમીને મંત્રને સત્સંગ કર્યો છે.
એક દિવસ મેં મારી સગી આંખે જોયું કે એક ગાયના સ્તન દૂધથી ભરેલાં હતાં, પરંતુ તે ન તે પોતાના વાછરડાને નજીક આવવા દેતી કે ન તે દોરનારી સ્ત્રીને.