________________
મઢવાકર
૨૮
રહી હતી. માત્રને ગામની કોઈ સ્ત્રી પાસે એક ખીરાની માગણી કરી, પર`તુ સ્રીએ આપવામાં આનાકાની કરી. તેથી પેલા સિદ્ધ પુરુષે મંત્ર દ્વારા એવી માયા કરી કે તે આખા ગામના ખીરાની વેલા તેની પાછળ પાછળ ચાલવા લાગી. ત્યારે ગામવાળાઓને ભાન આવ્યુ'. તેમણે એ સિદ્ધપુરુષની માફી માગી અને વિનયપૂર્વક એક ખીરાની ભેટ કરી તેને વિદાય કર્યાં. ત્યારબાદ બધી વેલેા પાત પેાતાને સ્થાને આવી ગઈ.
અસાધ્ય રાગામાં પણ મંત્રશક્તિથી ઘણા લાભ થતા નિહાન્યા છે. ભાગીરથીના આ પ્રદેશના નિવાસીએ હજી સુધી ઔષધની અપેક્ષાએ મત્રના આશ્રય અધિક લે છે અને તેનાથી તેમને શીઘ્ર તથા વધારે લાભ થાય છે. પ્રાયઃ ગ્રીષ્મકાલમાં જ્યારે ખાળકે આંખની પીડાથી ાવા લાગે છે, ત્યારે મત્રજ્ઞા ચક્કીના ઝાડુને હાથમાં લઈને મંત્ર ભણવા લાગે છે, અને પેલા ખાળકનું દન બંધ થઈ જાય છે. આધાશીશીમાં રેગીને તડકામાં ઊભા રાખવામાં આવે છે અને જ્યાં તેના મસ્તકની છાયા પડતી હોય ત્યાં ચાકુથી ૧૦૮ લીટા ખેંચીને મંત્ર ભણવામાં આવે છે કે આધાશીશી મટી જાય છે અને તે ફરી કદી થતી નથી. આ રીતે દાંતમાં કીડા પડતાં મંત્ર ભણીને દર્દીને સારા કરવામાં આવે છે. જ્યાં સુધી મેં જોયું છે, ત્યાં સુધી એવા કોઈ રોગ નથી કે જે અહી' મંત્રશક્તિથી મટાડવામાં આવતા ન હેાય.