________________
મંગ અને મંત્રવિદ્યા
* ૩૩ ભક્તિ, (૨) શુદ્ધિ, (૩) આસન, (૪) પંચાંગસેવન, (૫) આચાર, (૬) ધારણા, (૭) દિવ્યદેશસેવન, (૮) પ્રાણકિયા, (૯) મુદ્રા, (૧૦) તર્પણ, (૧૧) હવન, (૧૨) બલિ, (૧૩) યાગ, (૧૪) જપ, (૧૫) ધ્યાન અને (૧૬) સમાધિ.
ભક્તિ, શુદ્ધિ અને આસનના અર્થો સ્પષ્ટ છે. પંચાંગના સેવનથી ખરેખર શું કરવામાં આવતું ? તે સમજાતું નથી, પણ ગીતા, સહસ્ત્રનામ, સ્તવ, કવચ, અને હૃદય એ પાંચને સમૂહ સંભવિત છે. તાંત્રિક યુગમાં તે આ જ પાંચ વસ્તુઓ પંચાંગ માની તેનું ખાસ આલંબન લેવામાં આવતું. આચાર એટલે શાસ્ત્રોકત આચાર. ધારણ એટલે મંત્રપદની શરીરનાં જુદાં જુદાં અવયવોમાં ધારણ. ન્યાસની પદ્ધતિ તેમાંથી જ ઉદ્દભવ પામી છે. દિવ્યદેશસેવનનો દેખીતે અર્થ તે જે દેશ–જે ક્ષેત્ર પવિત્ર હોય, દિવ્યતાથી યુકત હોય, એટલે કે સિદ્ધપીઠ, તીર્થભૂમિ, તપોભૂમિ આદિમાં જઈ મંત્રયોગની સાધના કરવી એ થાય છે; પણ એક મહાત્માના કથન મુજબ જે - સોળ પ્રકારનાં સ્થાનમાં પીઠ બનાવીને પૂજા કરવામાં આવે
છે, તેને દિવ્યદેશ સમજવાનું છે, અને તેનું સેવન કરવાનું છે. સોળ પ્રકારનાં સ્થાનમાં મૂર્ધાસ્થાન, હૃદયસ્થાન, નાભિસ્થાન, ઘટ, પટ, પાષાણ આદિની મૂર્તિ તથા સ્થાડિલ વગેરેને સમાવેશ થાય છે. - શરીરના જુદા જુદા ભાગોમાં પ્રાણને લઈ જઈને મંત્રાભ્યાસ કરે, તે પ્રાણકિયા. મુદ્રા, હવન, તર્પણ