________________
૩૮.
મંત્રદિવાકર છે અને તેણે સર્વ હિતકારી મંત્રવિદ્યાના પ્રચારને મોટું નુકશાન પહોંચાડ્યું છે, એમ કહેવામાં જરા પણ અત્યુક્તિ નથી.
. . . . ભારતવર્ષમાં વૈદિક પરંપરાને અનુસરનારા બીજા પણ કેટલાક મંત્રસંપ્રદાયે છે, જેને યથાસ્થાન ઉલ્લેખ આવશે.
જૈન ધર્મમાં પણ મંત્રવિદ્યા ઘણા પ્રાચીન કાલથી ચાલી આવે છે. ખાસ કરીને ત્રેવીસમા તીર્થંકર શ્રી. પાર્શ્વનાથના સમયમાં તેને અધિક પ્રચાર થયે હતું અને તે અંગે ખાસ સાહિત્ય નિર્માણ થયું હતું, જેમાં વિદ્યાપ્રવાદ નામના મહાગ્રંથની મુયતા હતી. એ વખતની પ્રચલિત અનેક વિદ્યાઓ તથા એ વખતના પ્રચલિત અનેક મંત્રોને તેમના વિધિ-વિધાન સાથે તેમાં સંગ્રહ થયેલ હતા, પરંતુ કાલાંતરે એ ગ્રંથ લુપ્ત થયે અને જેનેની મંત્રવિદ્યાને મોટો ફટકો પડ્યો. આમ છતાં તેમાંથી ઉદ્ધરાયેલ અનેક વિદ્યાઓ અને મંત્ર અવશિષ્ટ રહ્યા હતા, અને જૈન શ્રમણ તથા શ્રમણોપાસકે તેની આરાધનામાં ખાસ રસ લઈ રહ્યા હતા, એટલે મંત્રવિદ્યાનો પ્રવાહ અવિચ્છિન્ન રહ્યો અને આજે પણ તે પોતાના વિશિષ્ટ સ્વરૂપમાં પ્રવતી રહ્યો છે. જૈન ભંડારમાં જૈન-જૈનેતર મંત્રવિદ્યાને લગતું વિપુલ સાહિત્ય સંગ્રહાયેલું છે, તેની પાઠકવગે માનભેર નોંધ લેવી ઘટે.