________________
૧૮
મંત્રદિવાકર જરૂર પાર પડશે, એવી અમારા હૃદયને પ્રતીતિ થઈ. પછી સમયની પ્રતીક્ષા કરવા લાગ્યા.
એમ કરતાં બપોરના ૨-૪૦ વાગ્યા કે અમારા આશ્ચર્ય વચ્ચે વરસાદ એકાએક બંધ થઈ ગયે અને સવે આમંત્રિતે એક પછી એક સભાસ્થાને આવી ગયા. સભાને રંગ જામ્યું. તેમાં પ્રસંગોચિત પ્રવચન થતાં ૭૦૦ નકલેની નોંધણી થઈ અને અમને ખૂબ જ સંતોષ થયો. ત્યાર પછી પાટી શરૂ થઈ અને તે પૂર્ણ થતા સહુ પોતપોતાના ઘરે સીધાવ્યા. તેઓ ઘરે પહોંચ્યા કે પાછો વરસાદ શરૂ થશે અને તે કલાક સુધી ચાલુ રહ્યો. - ત્યાંના એક પ્રસિદ્ધ તિષીએ આ સભામાં ભાગ લીધું હતું. તેને આ ઘટનાથી ખૂબ આશ્ચર્ય થયું. બીજા દિવસે તેણે અમારા સ્થાને આવી અમારી મુલાકાત લીધી. કેટલીક પ્રાસંગિક વાતે થયા પછી તેણે અમને કહ્યું કે
ગઈ કાલની ઘટનામાં મને જરૂર ઊંડું રહસ્ય લાગે છે. સભા મળવાની વીશ મીનીટ પહેલાં વરસાદ બંધ થ અને બધું કામ આટોપાયા પછી પાછો તે ચાલ થ. જો તમને વધે ન હોય તે આ બાબતમાં કૈક ખુલાસે કરો.”
અમે કહ્યું: “ભગવતી પદ્માવતી દેવી પર અમને પૂર્ણ શ્રદ્ધા છે. તેની કૃપાથી અમારું આદરેલું કેઈ કામ અધુરું રહેતું નથી. તે અમારા ગક્ષેમની રક્ષા કરે છે. ગઈ કાલ સંવારનું વાતાવરણ જોઈને અમે તેનાં મંત્રની માળા ફેરવી.
"