________________
મોંગલ, પ્રસ્થાન
: ૧૩:
3
સિદ્ધ થઈ શકે અને જેનુ પરિણામ ઘણુ સુંદર આવી શકે. જીવનની જુદી જુદી ભૂમિકા પર રહેલા તથા જુદી જુદી પરિસ્થિતિવાળા ભાઈ-બહેનાને તેનાંથી ઘણા લાભ થવાના સભવ છે.
ત્રીજા મંત્ર-યંત્ર-૫-સંગ્રહ' ખડમાં અનેક મત્રો, યંત્રો તથા ઉપયાગી કલ્પાને સંગ્રહ અપાયા છે કે જેની કેટલાક જિજ્ઞાસુએ દિવસેાથી રાહ જોઈ રહ્યા. હતા. તેમને તે આ સંગ્રહ આનંદ આપશે જ, પણ આ. વિષયમાં રસ ધરાવનાર સહુ કાઈને આનંદ આપશે, એમ. અમે ખાતરીથી માનીએ છીએ.
અહીં એ જણાવી દેવું જોઇએ કે સામાન્ય મનુષ્યે એ. તે પોતાની ઉન્નતિ માટે શાંતિ-તુષ્ટિ-પુષ્ટિને લગતા મંત્રોનું જ આરાધન કરવું જોઈએ, જેથી પેાતાને લાભ થાય અને બીજાઓને પણ લાભ પહોંચાડી શકાય.
'
સ્તંભન, આકર્ષણ, માહન તથા વશીકરણના પ્રાગો કેટલાક અંશે ઉપચાગી છે, પણ તે અધિકાર માગે છે, એટલે અહીં તેને જરૂર જેટલેા જ સ્પર્શી કરવામાં આવ્યેા છે. ખાકી વિદ્વેષણ, ઉચ્ચાટન, મારણની ક્રિયાએ. મંત્રસાધ્ય હાવા છતાં સામાન્ય મનુષ્યાએ તેમાં માથુ મારવા જેવું નથી. તેમાંથી સામાને ચેટ પહોંચે કે 'ન. પહેાંચે, પણ પેાતાને તે શારીરિક, માનસિક અને આધ્યા ત્મિક ચેાટ અવશ્ય પહેાંચે છે, જે કાઈ પણ રીતે ઈચ્છવા. ચૈાગ્ય નથી; એટલે અમે એ વસ્તુથી દૂર રહ્યા છીએ.