Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
११२०
• गोपालसरस्वत्यादिपत्रसंवादः । संयोगादि-विभागादिक्रमिकनानाकार्यजननैकस्वभावमेवाकाशादिकमिति न स्वभावभेद इति चेत् ?
अयमेवैकानेकस्वभावसंवलनवादः, अन्यथा येन स्वभावेन संयोगजनकमाकाशं तेनैव विभागजनकमित्यયુપામે સંયો-વિખાયોરેન્દ્રપ્રસ(અષ્ટHદવિવર, ઘર.રૂ, જ્ઞો.૧૮, પૃ.૨૮૨) રૂત્તિા
प्रकृते “विद्युदाद्यपि नात्यन्तं नाशित्वेन प्रकाशते । अन्धकाराद्युपादानभावेनाऽस्यैव सम्भवाद् ।।” (उ.सि.१३) श इति उत्पादादिसिद्धिप्रकरणे चन्द्रसेनाचार्योक्तिः, “न सर्वथाऽनित्यतया प्रदीपादिकस्य नाशः परमाणुनाशात् । कु तद्दीपतेजःपरमाणवोऽमी आसादयन्त्येव तमोऽणुभावम् ।।” (यु.प्र.२०) इति युक्तिप्रकाशे च पद्मसागरगणिन पि उक्तिः अत्राऽनुसन्धेया। “न च पर्यायनिवृत्तौ पर्यायिणः सर्वथा निवृत्तिः” (आ.नि.६४० वृ.) इत्यादिः આકાશ ત્યાગ કરતું હોવાથી આકાશમાં અનિત્યતા સિદ્ધ થાય છે.
શંકા :- (સંયો.) સંયોગ આદિ અને વિભાગ આદિ ક્રમિક અનેકવિધ કાર્યોને ઉત્પન્ન કરવાનો એક જ સ્વભાવ આકાશ વગેરે દ્રવ્યોમાં રહેલો છે. આમ એક જ સ્વભાવ દ્વારા આકાશ કાલક્રમે સંયોગ અને વિભાગ વગેરે કાર્યને ઉત્પન્ન કરી શકતું હોવાથી આકાશમાં સ્વભાવભેદને માનવાની આવશ્યકતા રહેતી નથી. આકાશનો સ્વભાવ બદલાતો ન હોવાથી પૂર્વસ્વભાવનો ત્યાગ કરવા સ્વરૂપ અનિત્યતાનો આકાશમાં સ્વીકાર કરવાની આપત્તિને અવકાશ રહેતો નથી. તેથી આકાશ વગેરેને એકાંતે નિત્ય માનવામાં જીવ વગેરેની ગતિની અસંગતિની પૂર્વોક્ત સમસ્યા અનુત્થાનપરાહત બને છે.
| એકાન્તવાદમાં સંયોગ-વિભાગમાં એકતાની સમસ્યા સમાધાન :- (ક.) વાહ ! આ રીતે માનીને પણ તમે સ્યાદ્વાદનો સ્વીકાર તો કરી જ લીધો. આનું કારણ એ છે કે સંયોગ, વિભાગ વગેરે કાર્યો વિભિન્ન અને પરસ્પર વિરોધી છે. તેથી કાર્યભેદે 1 એક જ સ્વભાવમાં અનેકતા પણ આવશે. આ રીતે એકતા અને અનેકતાના મિશ્રણવાળા સ્વભાવનો
સ્વીકાર કરવો તે જ સ્યાદ્વાદ છે. જો અનેકકાર્યજનક એક સ્વભાવમાં અનેકતા માનવામાં ન આવે તો જે સ્વભાવથી આકાશ સંયોગનું જનક છે તે જ સ્વભાવથી આકાશ વિભાગનું પણ જનક છે' - એવું સ્વીકારવું પડશે. તથા તેવું માનવામાં આવે તો સંયોગ અને વિભાગ સ્વરૂપ વિભિન્ન કાર્ય અભિન્ન થવાની સમસ્યા સર્જાશે. કારણ કે તે આકાશના એક સ્વભાવથી જન્ય છે. સંયોગ-વિભાગજનક આકાશસ્વભાવમાં સર્વથા ઐક્ય હોવાથી સંયોગ-વિભાગસ્વરૂપ કાર્યમાં સર્વથા ઐક્ય આવવાની આપત્તિ અપરિહાર્ય બને છે. તેથી આકાશને સર્વથા નિત્ય માની ન શકાય. પરંતુ આકાશને પણ દીવાની જેમ નિત્યાનિત્ય સ્વરૂપ માનવું વ્યાજબી છે.” - આ પ્રમાણે ગોપાલસરસ્વતી વગેરે પંડિત ઉપર લખેલા પત્રમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દીવો, આકાશ વગેરે તમામ પદાર્થમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતા સિદ્ધ કરેલ છે.
ઈ પર્યાય વિનાશી, પર્યાયી અવિનાશી છે. (9) ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણમાં ચન્દ્રસેનસૂરિજીએ જણાવેલ છે કે “વીજળી વગેરે પણ સર્વથા નશ્વરરૂપે જણાતી નથી. કારણ કે અન્ધકાર વગેરેના ઉપાદાનકારણ સ્વરૂપે તે વીજળી વગેરે જ સંભવે છે. તેમજ યુક્તિપ્રકાશ પ્રકરણમાં પધસાગરગણીએ કહેલ છે કે “સર્વથા અનિત્ય હોવાના લીધે પરમાણુનો નાશ થવા પૂર્વક દવા વગેરેનો નાશ થાય છે - તેવું નથી. પરંતુ તે દીવાના તેજસ પરમાણુઓ જ અંધકારના પરમાણુપણાને પામે છે.” આ વાતનું અહીં અનુસંધાન કરવું. પર્યાયની નિવૃત્તિ થતાં પર્યાયીનો