Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૦/
० निरंशसमयेन सखण्डकालविभागोपपादनम् ।
१४०७ તરું ઘવાયામ્ પ “કોડનસ્તિકાય ? વાત , ત) પ્રવેશપ્રવયાડમાવા” (ઇ.૧/૪,9, ૪૧/૧૬૮૪) તિા
न च कालस्यैकसमयात्मकत्वे मुहूर्त्तादिव्यवहारः कथं सम्भवेदिति शङ्कनीयम्,
वस्तुभूतसमाहारविरहेऽपि बुद्धिकृततत्समाहारविशेषेण तथाविधव्यवहारोपपत्तेः । यथोक्तं प्रज्ञापना- म वृत्तौ मलयगिरिसूरिभिः “आवलिकादयः तु पूर्वसमयनिरोधेनैव उत्तरसमयसद्भाव इति ततः समुदायसमित्याद्यસમવેન વ્યવહારાર્થવ સ્વિતા” (.9/3/9.3 ) તિા.
सम्मतञ्चेदं परेषामपि। अत एव योगसूत्रवार्तिके विज्ञानभिक्षुणा “मुहूर्ताहोरात्रादयो बुद्धिकल्पितસમાદાર પવ” (યો.ફૂ.૩/૧૨/વા.પૃ.૩૮૬) ન્યુમ્ |
\/ અસ્તિકાય : ધવલાકારની દ્રષ્ટિમાં છે. (તq.) ધવલા ગ્રંથમાં પણ વ્યતિરેકમુખે જણાવેલ છે કે “કોણ અનસ્તિકાય છે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે કાળ અનસ્તિકાય છે. કારણ કે કાળમાં પ્રદેશ પ્રચય નથી.” આનાથી પ્રદેશપ્રચયાત્મક અસ્તિકાય સિદ્ધ થાય છે.
શંકા - (1 a) જો કાળ એકસમયાત્મક હોય અને સમૂહાત્મક ન હોય તો મુહૂર્ત, કલાક વગેરે વ્યવહારો કઈ રીતે થઈ શકે ? એક સમયને તો કાંઈ મુહૂર્ત (= ૪૮ મિનિટ) કે કલાક વગેરે સ્વરૂપે દર્શાવી ન જ શકાય ને ?
દિવસ, રાત વગેરે વ્યવહારની સંગતિ સમાધાન :- (વસ્તુ) જેમ વૃક્ષના સમૂહને વન કહેવાય, તેમ સમયનો વાસ્તવિક સમૂહ નથી કે જે સમયસમૂહ વિશે મુહૂર્ત વગેરે વ્યવહાર કરી શકાય. તેમ છતાં બૌદ્ધિક રીતે સમયસમૂહવિશેષની કલ્પના કરીને તેને ઉદેશીને મુહૂર્ત વગેરે વ્યવહાર થઈ શકે છે. મતલબ કે મુહૂર્ત, કલાક વગેરે વ્યવહારો બુદ્ધિકલ્પિત છે. શ્રીમલયગિરિસૂરિજી મહારાજે પ્રજ્ઞાપના સૂત્રવૃત્તિમાં આ અંગે જણાવેલ છે કે “આવલિકા, મુહૂર્ત વગેરે સમયવિશેષસમૂહાત્મક કોઈ વાસ્તવિક કાળદ્રવ્ય નથી. કારણ કે પૂર્વસમયનો નાશ થયા બાદ જ ઉત્તરસમય હાજર રહે છે. તેથી સમયના સમુદાયનો તો પરસ્પર સંબંધ થવો અસંભવ જ છે. તેથી ફક્ત લોકવ્યવહાર માટે જ આવલિકા, મુહૂર્ત વગેરે કાળવિશેષની કલ્પના કરવામાં આવે છે.” આમ મલયગિરિસૂરિજીએ આવલિકા વગેરેને સ્પષ્ટપણે બુદ્ધિકલ્પિતસ્વરૂપે જણાવેલ છે.
• મુહૂર્નાદિ બુદ્ધિકભિત ક્ષણસમૂહાત્મક : વિજ્ઞાનભિક્ષુ છે (સમત.) આ વાત અન્યદર્શનકારોને પણ માન્ય છે. તેથી જ આ અંગે વિજ્ઞાનભિક્ષુએ યોગવાર્તિકમાં જણાવેલ છે કે “મુહૂર્ત, અહોરાત્ર વગેરે અનેકક્ષણસમૂહરૂપે ભાસે છે. તે અનેક ક્ષણો વાસ્તવમાં એકસાથે હોતી નથી. પરંતુ બુદ્ધિથી તે ક્ષણોના સમૂહની કલ્પના કરવામાં આવે છે. આમ બુદ્ધિકલ્પિત ક્ષણવિશેષસમૂહ એ મુહૂર્ત, દિવસ, રાત વગેરે છે. તેથી “ધર્માસ્તિકાયની જેમ કાળમાં અસ્તિકાયપણું તાત્ત્વિક રીતે સંભવતું નથી' - આ વાતમાં પરદર્શનકારોની પણ સંમતિ મળે છે.