Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६०२
* कालानुपूर्वीत्वविमर्शः
१०/१९
"
पु कालानुपूर्वीतया दर्शयताम् अनुयोगद्वारसूत्रकृतां क्लृप्तद्रव्यान्तरे कालोपचारोऽभिमत एव । तदुक्तं तद्वृत्तौ श्रीहेमचन्द्रसूरिभिः “पर्याय- पर्यायणोः कथञ्चिदभेदात् कालपर्यायस्य चेह प्राधान्येन विवक्षितत्वाद् द्रव्यस्यापि विशिष्टस्य कालानुपूर्वीत्वं न दुष्यति । मुख्यं समयत्रयस्यैवाऽत्राऽऽनुपूर्वीत्वम्, किन्तु तद्विशिष्टम् द्रव्यस्याऽपि तदभेदोपचारात् तदुच्यत इति भावः” (अनु.सू.१८१ वृ.पृ.१३० ) इति भावनीयम् आगमानुसारिभिः ।
यदि तिर्यग्मानेन पञ्चचत्वारिंशद्योजनलक्षप्रमाणः ऊर्ध्वमधश्चाऽष्टादशयोजनशतप्रमाणः मनुष्यक्षेत्र - परिमाणः कालो नाम पृथग् द्रव्यमिति निरूप्यते, वर्तनादिलिङ्गसद्भावात् तर्हि किमिति मनुष्यलोकाि परतो नाऽभ्युपेयते? वर्तना- प्राणाऽपान - निमेषोन्मेषाऽऽयुःप्रमाण-परत्वापरत्वादितल्लिङ्गोपलब्धेः ।
for
ननु नृलोकाद् बहिः वर्त्तनादयः सन्त्येव किन्तु ते तत्र कालनिरपेक्षाः स्वत एव प्रवर्तन्ते । -પાંચ વગેરે સમયસ્વરૂપ કાલપર્યાયથી વિશિષ્ટ પરમાણુ, ચણુક વગેરે દ્રવ્યને જ કાલાનુપૂર્વી તરીકે જણાવેલ છે. એનો મતલબ એ થાય છે કે અન્ય પ્રમાણથી જેની સિદ્ધિ થઈ ચૂકેલી છે તેવા (= વૃક્ષ) અન્ય દ્રવ્યમાં કાલનો ઉપચાર અનુયોગદ્વારસૂત્રકારને માન્ય જ છે. અનુયોગદ્વારસૂત્રમાં દ્રવ્યાનુપૂર્વી, ક્ષેત્રાનુપૂર્વી પછી કાલાનુપૂર્વીનું નિરૂપણ કરતી વખતે ત્રણસમયવિશિષ્ટ પરમાણુ વગેરેને જ કાલાનુપૂર્વી તરીકે જણાવેલ હોવાથી ત્યાં શંકા ઉઠાવવામાં આવેલ છે કે ‘આ તો દ્રવ્યાનુપૂર્વી જ છે, કાલાનુપૂર્વી કઈ રીતે ?’ - તેનું સમાધાન આપતાં મલધારી હેમચન્દ્રસૂરિજીએ અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં જણાવેલ છે કે “પર્યાય અને પર્યાયી વચ્ચે અભેદ હોવાથી તથા કાલપર્યાયની અહીં મુખ્યતા વિવક્ષિત હોવાથી ત્રણસમયસ્વરૂપ કાલપર્યાયથી વિશિષ્ટ એવા પરમાણુ વગેરે દ્રવ્યને પણ કાલાનુપૂર્વી કહેવામાં કોઈ દોષ આવતો નથી. પ્રસ્તુતમાં મુખ્યતયા તો ત્રણ સમય જ કાલાનુપૂર્વી છે. પરંતુ તે ત્રણસમયસ્વરૂપ કાલપર્યાયથી વિશિષ્ટ પરમાણુ વગેરે દ્રવ્યને પણ પર્યાયીમાં પર્યાયનો અભેદ ઉપચાર કરવાથી કાલાનુપૂર્વી કહેવાય છે. - આ પ્રમાણે અહીં સૂત્રકારનું તાત્પર્ય છે.” આથી સિદ્ધ થાય છે કે (૧) કાળ પરમાર્થથી પર્યાયસ્વરૂપ જ છે. તથા (૨) અન્ય દ્રવ્યમાં પર્યાયાત્મક કાળનો ઉપચાર આગમમાન્ય જ છે. આ બાબતને આગમાનુસારી વિદ્વાનોએ ઊંડાણથી વિચારવી. કાલસાપેક્ષ-નિરપેક્ષ વર્તના અંગે મીમાંસા /
[
સ
અ
(વિ.) “તિર્હાલોકમાં ૪૫ લાખ યોજન પ્રમાણ અને ઉપર-નીચે કુલ ૧૮૦૦ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં ‘કાલ’ નામનું નિરુપચરિત દ્રવ્ય રહેલું છે. કારણ કે મનુષ્યલોકમાં વર્તનાદિ કાળલિંગ વિદ્યમાન છે” આ પ્રમાણે જો તમે મનુષ્યક્ષેત્રવ્યાપી એક પારમાર્થિક કાલ દ્રવ્યનું નિરૂપણ કરતા હો તો અમારો તમને એક પ્રશ્ન છે કે ‘મનુષ્યલોકની બહાર પણ તમે શા માટે સ્વતંત્ર કાલ દ્રવ્યનો સ્વીકાર નથી કરતા ? કારણ કે મનુષ્યલોકની બહાર પણ વર્તના, શ્વાસ, ઉચ્છ્વાસ, આંખના નિમેષ -ઉન્મેષ, આયુષ્યનું માપ, પરત્વ (= મોટાપણું), અપરત્વ (= નાનાપણું) વગેરે કાળના લિંગો જોવા મળે જ છે. તેથી અઢી દ્વીપની બહાર પણ સ્વતંત્ર કાલદ્રવ્યનો સ્વીકાર તમારે કરવો જ જોઈએ. * કાળનિરપેક્ષ વર્તનાદિની મીમાંસા શંકા :- (નનુ.) મનુષ્યલોકની બહાર વર્તના વગેરે તો હોય જ છે. પણ તે ત્યાં કાળનિરપેક્ષ બનીને