Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 582
________________ १६२८ • कालागुरुलघुताबीजद्योतनम् । १०/१९ प उपपद्यते, स्वतन्त्रकालद्रव्यानभ्युपगमे तु कालस्य जीवाऽजीवपर्यायात्मकतया गुरुलघुत्वमपि अप्रत्याख्येयम्, गा वर्तनापर्यायाश्रयीभूतस्थूलपुद्गलद्रव्याणां निश्चयतो गुरुलघुत्वादिति चेत् ? सत्यम्, तथापि गुरुलघुपुद्गलवर्तनातोऽगुरुलघुगगनादिद्रव्यवर्त्तनानामनन्तगुणाऽधिकत्वेन बाहुल्याऽपेक्षया जीवाऽजीवोभयगतवर्त्तनादिपर्यायलक्षणस्य कालस्य तत्राऽगुरुलघुतया निर्देशादिति श तावद् वयं जानीमहे । क अनेन कालस्य जीवाऽजीववर्त्तनापर्यायात्मकत्वे अनुयोगद्वारसूत्रे (अनु.द्वा.सू.४०१) प्रज्ञापनासूत्रे દષ્ટિ વગેરેમાં અગુરુલઘુપણું સંગત થઈ શકે છે. પરંતુ તમારા મતે તો કાળ સ્વતંત્ર દ્રવ્યાત્મક નથી પણ જીવ-અજીવના પર્યાયસ્વરૂપ છે. તેથી કાળમાં ગુરુલઘુત્વનો નિષેધ કરી નહિ શકાય. કારણ કે જીવ અમૂર્ત-અગુરુલઘુ હોવાથી જીવવર્તનસ્વરૂપ કાળ ભલે અગુરુલઘુ હોય. પરંતુ સ્થૂલ પુદ્ગલસ્કંધો (પત્થર વગેરે) તો નિશ્ચયથી ગુરુલઘુ હોવાથી તેમાં રહેનારા વર્તનાપર્યાયોને તમારે અવશ્યપણે નિશ્ચયથી ગુરુલઘુ માનવા જ પડશે. તેને અગુરુલઘુ કહેવામાં કોઈ તર્ક તમારી પાસે નથી. તેથી કાળને જીવાજીવાવર્તના સ્વરૂપ માનવા જતાં ભગવતીસૂત્રમાં કાળને અગુરુલઘુવિભાગમાં જણાવેલ છે તે બાબત અસંગત બની જશે. તેથી ઉપરોક્ત ભગવતીસૂત્રવચનની સંગતિ કરવા માટે કાળને અતિરિક્ત અમૂર્ત દ્રવ્ય માનવું એ જ વ્યાજબી છે. * બાહુલ્ય દૃષ્ટિએ પર્યાયાત્મક કાળ અગુરુલઘુ જ એ નિરાકરણ - (સત્ય) ભાગ્યશાળી ! “સ્થૂલ પુદ્ગલસ્કંધો નિશ્ચયથી ગુરુલઘુ હોવાથી તેમાં રહેનાર " વર્તનાપર્યાય ગુરુલઘુ બને' - આ તમારી વાત સાચી છે. તો પણ અગુરુલઘુપદાર્થવિભાગની અંદર CTી ભગવતીસૂત્રમાં જે કાળનો નિર્દેશ કરેલો છે તેને જીવાજીવવર્તનાસ્વરૂપ માનવો વ્યાજબી છે. તેનું કારણ એ છે કે ગુરુલઘુભૂત સ્થૂલપુદ્ગલની વર્તન કરતાં અગુરુલઘુ આકાશ વગેરે દ્રવ્યની વર્ણના અનંતગુણ રસ અધિક છે. કુલ ગુરુલઘુ પુદ્ગલો કરતાં આકાશપ્રદેશ અનંતગુણ વધુ છે. અલોકાકાશના પ્રદેશો સમસ્તપુદ્ગલાસ્તિકાયપ્રદેશ કરતાં પણ અનંતગુણ વધારે છે – આવું પન્નવણાસૂત્રમાં જણાવેલ છે. જીવાદિ સર્વ દ્રવ્યોમાંથી ફક્ત પુગલમાં ગુરુલઘુતા સંભવે છે. તેમાં પણ સમસ્ત પુદ્ગલરાશિનો અનંતમો ભાગ જ ગુરુલઘુ છે. બાકીના સૂક્ષ્મ પુદ્ગલસ્કંધો તો અગુરુલઘુ જ છે. લોકાકાશ-અલોકાકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર અનંતાનંત અગુરુલઘુપર્યાયો રહેલા છે. જેમ અગુરુલઘુ જીવના જ્ઞાનાદિ પર્યાયો અગુરુલઘુ છે. તેમ અગુરુલઘુ દ્રવ્યના વર્તનાપર્યાયો અગુરુલઘુ બનશે અને ગુરુલઘુ દ્રવ્યના વર્તનાપર્યાયો ગુરુલઘુ બનશે. આ રીતે શાસ્ત્રદષ્ટિએ વિચારતાં ગુરુલઘુ પુગલોની તમામ વર્ણના કરતાં અગુરુલઘુ ગગનાદિદ્રવ્યોની તમામ વર્ણના અનંતગુણ અધિક બનશે. તેથી અધિકાંશ વર્તનાપર્યાયો તો અગુરુલઘુ જ થાય છે. તેથી બાહુલ્યની અપેક્ષાએ જીવ-અજીવઉભયગત વર્નનાદિપર્યાયસ્વરૂપ કાળ ભગવતીસૂત્રમાં અગુરુલઘુ તરીકે જણાવેલ છે. આ પ્રમાણે અમને નિઃશંકપણે જણાય છે. જિજ્ઞાસા :- (ગનેન) જો કાલ ઉપરોક્ત શાસ્ત્રસંદર્ભોના આધારે જીવ-અજીવ ઉભયની વર્તના પર્યાયસ્વરૂપ જ હોય તો અનુયોગદ્વારસૂત્રમાં તથા પ્રજ્ઞાપનાસૂત્રમાં દશવિધ અરૂપી અજીવદ્રવ્યની જે પ્રરૂપણા કરી છે, તેમાં શા માટે કાળની ગણના કરવામાં આવી છે? કારણ કે અજીવવર્તનાપર્યાયસ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608