Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 598
________________ १६४४ * कर्तृत्वभारो मोक्तव्यः १०/२१ निर्मलसम्यक्त्वं समाचर । तल्लक्षणञ्च धर्मसङ्ग्रहवृत्तौ मानविजयवाचकेन “सर्वप्रमाण- सर्वनयजन्यसर्वद्रव्य -सर्वभावविषयिणी रुचिः વિસ્તારવિઃ” (ધ.સ.શ્તો.૨૨/વૃ.પૃ.૬૬) રૂત્યુત્તમ્ | पु प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - विस्तररुचिसम्यक्त्ववन्त एव साधकाः परमार्थतः सानुबन्धतया शु प्रवचनप्रभावनां कर्तुं शक्नुवन्ति, तत्त्वनिरूपणे प्रवीणा भवितुमर्हन्ति, राजसभादौ च जिनशासनप्रत्यनीकान् विजेतुं प्रत्यला भवन्ति । इत्थं यशः कीर्त्यादिलाभेऽपि महत्त्वाकाङ्क्षादिदोषैः नैव ते ग्रस्यन्ते । पारमेश्वरप्रवचनप्रभावनाद्युपार्जितं यशः देव- गुर्वादिकं समर्प्य, कर्तृत्वभावभारं समुत्तार्य, कर्मत आत्मानं विमोच्य ये द्रव्य-भावमोक्षमार्गम् अभिसर्पन्ति, त एव तात्त्विकाः प्रवचनप्रभावकाः । एतादृशकु प्रवचनप्रभावनया “ आत्मनः तादात्म्याऽवस्थानं मोक्षः” (ज्ञा.सा.२७/७ वृ.) इति ज्ञानमञ्जर्यां दर्शितो મોક્ષઃ સુત્તમઃ મ્યાત્||૧૦/૨૧|| gr का इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपति श्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्नपद्ममणितीर्थोद्धारक-पार्श्वप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवर श्रीविश्वकल्याणविजयगणिवरशिष्यमुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण- पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाSभिधानायां स्वरचितवृत्तौ दशमशाखायां द्रव्यभेदनिरूपणनामकः दशमः अधिकारः । ।१० । । જોઈને તથા આગમાનુસારી તર્કથી તેની પરીક્ષા કરીને વિસ્તારરુચિ નામના નિર્મળ સમકિતને તમે આદરો -આચરો. ઉપાધ્યાય માનવિજયજીએ ધર્મસંગ્રહવ્યાખ્યામાં જણાવેલ છે કે ‘સર્વ પ્રમાણો અને સર્વ નયો દ્વારા ઉત્પન્ન થનારી સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો વિશે જે રુચિ, તે જ વિસ્તારરુચિ સમકિત છે.’ તો સાચા શાસનપ્રભાવક બનીએ આધ્યાત્મિક ઉપનય :- વિસ્તારરુચિ સમકિતવાળા આત્માર્થી જીવો જ ખરા અર્થમાં જિનશાસનની સાનુબંધ રીતે પ્રભાવના કરી શકે છે. તેઓ જ તત્ત્વના નિરૂપણમાં હોંશિયાર બની શકે છે. તેમજ રાજસભા વગેરે સ્થળે જાહેરમાં જિનશાસનપ્રત્યનીક સામે વાદમાં તેઓ જ વિજય પ્રાપ્ત કરી શકે છે. તથા આ રીતે યશ-પ્રસિદ્ધિ-કીર્તિ મેળવવા છતાં પણ તેઓ મહત્ત્વાકાંક્ષા વગેરે દોષોથી દૂષિત બનતા નથી. જિનશાસનપ્રભાવના વગેરે દ્વારા મળેલો યશ દેવ-ગુરુને સોંપી, કર્તૃત્વભાવના ભારબોજથી રહિત બની, કર્મથી હળવાફૂલ બની જે દ્રવ્ય-ભાવ મોક્ષમાર્ગે ઝડપથી આગેકૂચ કરે છે તે જ સાચા શાસનપ્રભાવક છે. આવી શાસનપ્રભાવના (જાતપ્રભાવના નહિ) કરવાથી જ્ઞાનસારની જ્ઞાનમંજરી વ્યાખ્યામાં દર્શાવેલ આત્માનું તાદાત્મ્યઅવસ્થાન = મોક્ષ સુલભ થાય. (૧૦/૨૧) Pl Æ = .... = પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણુ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત ‘દ્રવ્યાનુયોગપરામર્શ’ (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની ‘પરામર્શ કર્ણિકા’ નામની સ્વરચિત વૃત્તિની દસમી શાખાના ‘કર્ણિકાસુવાસ' નામના ગુજરાતી વિવરણમાં ‘દ્રવ્યભેદનિરૂપણ' નામનો દસમો અધિકાર પૂર્ણ થયો. • દસમી શાખા સમાપ્ત ૦

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608