Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 596
________________ १६४२ • मोक्षाऽऽसन्नतरतोपायत्रैविध्योपदर्शनम् । ૨૦/૨૦ -स्वात्मविडम्बकत्व-नरकराजमार्गत्व-काष्ठमोदकत्व-महाऽऽशीविषसर्पत्व-मोक्षबाधकत्वादिविभावनातः ५ अपेक्षिताऽसङ्गभावेन शान्तचित्ततया तन्मध्येन प्रयातव्यम्। स वेदोदयाधीनतया नैव भाव्यं जातुचित् । वेदोदयकालेऽपि स्वकीयपरमनिर्विकारिपवित्रचैतन्यस्वरूपे म आदरतो निजा दृष्टिः स्थाप्या। इत्थञ्च कान्ताभिधाना षष्ठी योगदृष्टिः सम्पद्येत । प्रकृते “भोगान् - स्वरूपतः पश्यन् तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ।।” (यो.दृ.स.१६६) " इति योगदृष्टिसमुच्चयकारिका स्मर्तव्या। (३) कान्येन सहज-चैतन्यरूपमनावृतं यथा स्यात् तथा दृढं प्रणिधातव्यम् । एतत्त्रितयावधानवतां णि लोकाग्रं नैव दूरे वर्तते । एतदर्थं “जीवोऽन्यः पुद्गलश्चान्य इत्यसौ तत्त्वसङ्ग्रहः । यदन्यदुच्यते किञ्चित्सोऽस्तु का तस्यैव विस्तरः” (इष्ट.५०) इति इष्टोपदेशकारिका भावनीया। तादृशाऽऽध्यात्मिकबोधबलेन “वीर्य -ષ્ટિ-સુવ-જ્ઞાન-સચવત્ત્વીડનન્તપષ્યમ્ વિધ્યતાં સર્વસિદ્ધાનાં નમાર રોચ્ચદમ્ II” (સ..૭૨/૬૭રૂ) इत्येवं श्रीचन्द्रतिलकोपाध्यायेन श्रीअभयकुमारचरित्रे व्यावर्णितं सिद्धस्वरूपं मङ्क्षु प्रादुर्भवेत् T૧૦/૨૦ના અને શુદ્ધિવૈભવને બાળનાર દાવાનળ છે, (T) કેળના થડમાંથી બનેલા થાંભલાની જેમ અસાર છે, (U) સંક્લેશયુક્ત છે, સંક્લેશજનક છે, (V) મારા આત્માની ઘોર વિડંબના કરનાર છે, (W) નરકનો રાજમાર્ગ છે, લાકડાના લાડુની જેમ દાંતને (આત્મશુદ્ધિ-પુષ્ટિને) ખતમ કરનાર છે, ) મોટા આશીવિષ સર્પની જેમ તાત્કાલિક (આત્મશુદ્ધિને) ખલાસ કરનાર છે, (2) મોક્ષપ્રાપ્તિમાં મોટો અવરોધ છે અને અંતરાય કરનાર છે' - ઈત્યાદિ વિભાવના યથાયોગ્યપણે હાર્દિક રીતે કરીને તેમાંથી ઉચિત રીતે એ અસંગભાવે શાંતિથી પસાર થઈ જવું. ! (વો.) વેદોદયને પરવશ થવાની ભૂલ ન કરવી. વેદોદય વખતે પણ પોતાના પરમનિર્વિકારી પવિત્ર આત્મસ્વરૂપ ઉપર આપણી દષ્ટિને રુચિપૂર્વક સ્થિર કરવી. આ રીતે કાન્તા નામની છઠ્ઠી યોગદષ્ટિ | આત્માર્થી સાધકને મળે. પ્રસ્તુતમાં યોગદષ્ટિસમુચ્ચયની કારિકા પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “મૃગજળ સમાન ભોગોને તુચ્છસ્વરૂપે જોતો જીવ તે ભોગોને ભોગવવા છતાં પણ તેમાં અસંગ બનીને પરમ પદ તરફ આગળ વધે જ છે.' (૩) તેમજ સહજ ચેતના સંપૂર્ણતયા જે રીતે અનાવૃત થાય, પ્રગટ થાય તે રીતે તેનું પ્રણિધાન દેઢ કરવું. આ ત્રણ સાવધાની રાખવામાં આવે તો તેવા જીવોનો મોક્ષ બહુ દૂર નથી જ. તે માટે ઈબ્દોપદેશની એક કારિકા યાદ કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “જીવ જુદો છે અને પુદ્ગલ ભિન્ન છે. આટલો જ તત્ત્વકથનનો સાર છે. તે સિવાય જે કાંઈ કહેવાય છે તે તેનો જ વિસ્તાર છે.” આવા આધ્યાત્મિક બોધપાઠના બળથી શ્રીચન્દ્રતિલક ઉપાધ્યાયજીએ શ્રીઅભયકુમારચરિત્રમાં વર્ણવેલું સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે. ત્યાં (૧) અનંત શક્તિ, (૨) અનંત દર્શન, (૩) અનંત સુખ, (૪) અનંત જ્ઞાન અને (૫) અનંત = ક્ષાયિક સમ્યક્ત - આ પાંચને ધારણ કરનારા સર્વ સિદ્ધોને નમસ્કાર કરવામાં આવેલ છે. (૧૦/૨૦)

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608