Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 585
________________ १०/१९ ० त्रिलक्षणत्वेऽपि कालस्य नाऽतिरिक्तद्रव्यत्वम् । १६३१ गत्याद्यपेक्षाकारणविधया धर्मादिद्रव्याणाम् असिद्ध्यापत्तिः। एवमेव ऋतुविभाग-नियतपुष्प-फलाद्युद्गमस्याऽपि सूर्यपरिस्पन्दक्रियात्मकाऽद्धाकालवशादेवोपपत्तेः। अलोकादिवर्तना तु सूर्यादिक्रियानिरपेक्षैव । पूर्वं (१०/१२) द्रव्यालङ्कारवृत्तिसन्दर्भेण दर्शिता गुण-पर्याया अपि वस्तुतो जीवाजीवगताः र तदभिन्न-वर्त्तनापर्यायात्मके काले उपचर्यन्ते । “कालस्य उपचारतो द्रव्यत्वात् तत्र नित्याऽनित्यगुण- म पर्यायादिकं सर्वम् उपचारत एव बोध्यम्” (आ.सा.पृ.३६ + ष.द्र.वि.पृ.३७) इति आगमसारे देवचन्द्रवाचकाः ॐ षड्द्रव्यविचारे च बुद्धिसागरसूरयः प्राहुः। उत्पाद-व्ययशालिनः पर्यायात्मकस्य कालस्य स्वाश्रयजीवाऽजीवद्रव्याऽभिन्नतया ध्रौव्यम् उपपद्यते स्वतन्त्रद्रव्यत्वञ्च व्यवच्छिद्यते । અતિરિક્ત કાલદ્રવ્યની અપેક્ષા નહિ રહે. તથા તમારા જણાવ્યા મુજબ ગતિ વગેરેના બાહ્યકારણ તરીકે ધર્માસ્તિકાય વગેરેની અસિદ્ધિ થવાની આપત્તિને અવકાશ નહિ રહે. કારણ કે મનુષ્યક્ષેત્રમાં વર્તનાના બહિરંગ કારણ તરીકે સૂર્યાદિની પરિસ્પદ ક્રિયાને અમે માનીએ છીએ. તે જ રીતે શિયાળો, ઉનાળો વગેરે ઋતુઓનો વિભાગ, પ્રતિનિયત ફૂલ-ફળ વગેરેની ચોક્કસ ઋતુમાં ઉત્પત્તિ વગેરે પણ સૂર્યપરિસ્પંદક્રિયા સ્વરૂપ અદ્ધાકાળના આધારે જ સંગત થઈ શકે છે. તે માટે સ્વતંત્ર કાળદ્રવ્યની આવશ્યકતા નથી. તથા અલોક વગેરેની વર્તન તો સૂર્યાદિની ક્રિયાથી નિરપેક્ષ જ છે. પ્રશ્ન:- ગુણ-પર્યાયયુક્ત હોવાથી કાળ દ્રવ્ય છે – આવું દ્રવ્યાલંકારવૃત્તિમાં જણાવેલ છે. તેનું સમાધાન શું આપશો ? પૂર્વે (૧૦/૧૨) દ્રવ્યાલંકારવૃત્તિનો સંદર્ભ દર્શાવેલ જ છે ને ? 8 જીવાદિગત ગુણ-પર્યાયનો કાળમાં ઉપચાર છે ઉત્તર :- (પૂર્વ) ભાગ્યશાળી ! પૂર્વે (૧૦/૧૨) દ્રવ્યાલંકારવૃત્તિના સંદર્ભથી દેખાડેલા ગુણ અને શું પર્યાયો પણ વાસ્તવમાં તો જીવ અને અજીવ દ્રવ્યમાં જ રહેલા છે. પરંતુ વર્તનાપર્યાયસ્વરૂપ કાળ તે બન્નેથી અભિન્ન હોવાના લીધે તેમાં જીવાજીવવૃત્તિ ગુણ-પર્યાયોનો ઉપચાર કરવામાં આવે છે. તેથી માં કાળને સ્વતંત્ર દ્રવ્યાત્મક માનવાની જરૂર રહેતી નથી. આ અંગે ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીએ આગમસાર પ્રકરણમાં તથા બુદ્ધિસાગરસૂરિજીએ પદ્રવ્યવિચાર પ્રકરણમાં જણાવેલ છે કે “કાળ ઉપચારથી દ્રવ્ય છે. તેથી કાળમાં નિત્ય ગુણ, અનિત્ય પર્યાય વગેરે જે જણાવેલ છે, તે બધું ઉપચારથી જ જાણવું.” શંકા :- માત્ર ઉત્પાદ-વ્યયયુક્ત હોવાથી કાળમાં ધ્રૌવ્ય નહિ આવે. તો કાલ ત્રિલક્ષણાત્મક કઈ રીતે બનશે ? પચચાત્મક કાળમાં લક્ષણ્યની સંગતિ જ શમન :- (ક.) વાસ્તવમાં તો કાળમાં ઉત્પાદ-વ્યય જ રહે છે. કારણ કે કાળ પર્યાયસ્વરૂપ છે. પરંતુ વર્તનાપર્યાયાત્મક કાલતન્ત પોતાના આશ્રયીભૂત જીવ-અજીવ દ્રવ્યથી અભિન્ન છે. તથા જીવાદિ દ્રવ્યોમાં પ્રૌવ્ય રહેલું હોવાથી તેનાથી અપૃથભૂત વર્ણના પર્યાયમાં પણ પ્રૌવ્ય સંગત થાય છે. તથા વર્તનાપર્યાયાત્મક કાળને સ્વતંત્રદ્રવ્ય માનવાની બાબતની બાદબાકી થઈ જાય છે. મતલબ કે પર્યાયાત્મક કાળમાં પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સંભવી શકે છે.

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608