Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६१४
• निश्चयनयमते आवलिकाद्यभावः ।
૨૦/૧૨ अवलम्ब्य आवलिकादिकालप्ररूपणा, निश्चयमतेन तु तदभाव एव” (प्र.सारो.९७६/ पृ.११९) इति । प जीवसमासवृत्ती (गा.८५ वृ.) मलधारिहेमचन्द्रसूरीणामपि समान एवाऽभिप्रायोऽत्र । यथोक्तम् उत्तराध्ययनबृहद्वृत्ती रा शान्तिसूरिभिः प्रज्ञापनासूत्रवृत्तौ मलयगिरिसूरिभिश्च “आवलिकादयस्तु पूर्वसमयनिरोधेनैवोत्तरसमयसद्भाव on તિ તત્ત્વતઃ સમુદ્રાયમિત્યદ્યસમવેન વ્યવહારાર્થનેવ ઋત્વિતા?” (ઉ.ફૂ. ૩૬/૬/..પૃ.૬૭૨ + પ્રજ્ઞા.9/q.રૂ,
પૃ.૨) રૂતિ शं यथोक्तं पिण्डनियुक्तिवृत्तौ अपि मलयगिरिसूरिभिः “अस्ति वार्त्तमानिकस्यापि समयस्य पूर्वाक ऽपरसमयाभ्यामनुवेधः, केवलं तौ पूर्वाऽपरसमयौ असन्तौ अपि बुद्ध्या सन्तौ इव विवक्षितौ। ततः & સથાવાદુન્યમપિ તત્રાગસ્તિ” (જિનિ.૬ .પૃ.૧૬) તિા.
___यद्यपि श्रीमलयगिरिसूरिभिः पिण्डनियुक्तिवृत्तौ “कालोऽपि परमार्थतः सन् द्रव्यञ्च। ततः सोऽपि का परिणामी, सतः सर्वस्य परिणामित्वाऽभ्युपगमात्, अन्यथा सत्त्वाऽयोगाद्” (पि.नि.५६ वृ.पृ.२३) इत्युक्तम्,
કાલત્રયવર્તી એવી વસ્તુનો સ્વીકાર કરવામાં તત્પર એવા વ્યવહારનયના મતને આશ્રયીને આવલિકા વગેરે કાલની પ્રરૂપણા કરાય છે. નિશ્ચયનયના મતથી તો આવલિકા વગેરેનો અભાવ જ છે.” જીવસમાસવૃત્તિમાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીનો પણ આ અંગે આ જ અભિપ્રાય છે. ઉત્તરાધ્યયનબૃહદ્રવૃત્તિમાં શ્રી શાંતિસૂરિજીએ તથા શ્રી પ્રજ્ઞાપના સૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ પણ જણાવેલ છે કે “આવલિકા, ઘડી, મુહૂર્ત વગેરે સમયવિશેષસમૂહાત્મક કોઈ વાસ્તવિક કાળદ્રવ્ય નથી. કારણ કે પૂર્વસમયનો નાશ થયા બાદ જ ઉત્તરસમય હાજર થાય છે. તેથી પરમાર્થથી સમયના સમુદાયનો પરસ્પર સંબંધ થવો તો અસંભવ જ છે. આથી ફક્ત લોકવ્યવહાર માટે જ આવલિકા, ઘડી, મુહૂર્ત વગેરે કાળવિશેષની કલ્પના કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં અમુક ચોક્કસ સમયના સમૂહસ્વરૂપ આવલિકા, મુહૂર્ત શું વગેરે વર્તમાનકાળે હાજર નથી હોતા. વર્તમાનમાં તો માત્ર એક સમય જ હોય છે.”
જ વર્તમાનમાં અતીતાદિનો ઉપચરિત સંબંધ : મલયગિરિસ િ (ચો.) શ્રીમલયગિરિસૂરિજીએ પિંડનિર્યુક્તિવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “વર્તમાન સમય એક , હોવા છતાં અતીત-અનાગત સમયની સાથે તેનો અનુવેધ = સંબંધ છે. ફક્ત અહીં વિશેષતા એટલી આ છે કે અતીત-અનાગત સમય અસતું હોવા છતાં જાણે કે સત્ = હાજર હોય તેવી અહીં વિવક્ષા કરવામાં આવે છે. સસ્વરૂપે વિવક્ષિત અતીત-અનાગત સમયોનો વર્તમાન એક સમયમાં બુદ્ધિકૃત સંબંધ સંભવતો હોવાના કારણે પરમાર્થથી કાળ એક હોવા છતાં કાળમાં અનેકત્વ પણ રહેલું છે.”
વર્તમાન સમય પારમાર્થિક : મલયગિરિસૂરિ , (વિ) જો કે શ્રીમલયગિરિસૂરિજીએ પિંડનિર્યુક્તિવ્યાખ્યામાં “કાળ પણ પરમાર્થથી સત્ = વાસ્તવિક છે તથા દ્રવ્ય છે. તેથી કાળ પણ પરિણામી છે. કારણ કે જૈનદર્શનમાં તમામ સત પદાર્થને પરિણામી માનવામાં આવેલ છે. જો કાળ પરિણામી ન હોય તો સતુ પણ બની ન શકે” - આ પ્રમાણે કહેલ છે. પિંડનિર્યુક્તિની પ૬ મી ગાથાની વ્યાખ્યામાં આ મુજબ કહીને કાળને પરિણામી દ્રવ્ય તરીકે તેઓશ્રીએ દર્શાવેલ છે. તો પણ તેઓશ્રીને “કાળ પરમાર્થથી પર્યાય જ છે' - આ જ પક્ષ સંમત હોય તેવું જણાય છે. કારણ કે ઉપરોક્ત નિરૂપણ કર્યા પછી તરત જ ૫૮ મી ગાથાની વ્યાખ્યામાં તેઓશ્રીએ