Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६१८
० समयाऽऽवलिकादयो जीवाजीवपर्याया: 0 १०/१९ पुद्गलपरिणामवत् जीवादिपरिणामोऽप्युपयुज्यते तथापि मूर्त्तत्वेन पुद्गलद्रव्यपरिणामस्य सुज्ञेयत्वात् प तन्निर्देशः अकारि कुन्दकुन्दस्वामिनेत्यवधेयम् । ग किञ्च, नृलोकव्यापकातिरिक्तैककालद्रव्यवादिमते नृलोकाद् बहि: 'युगपत्, अयुगपत्, चिरम्, - क्षिप्रम्' इत्यादिव्यवहारः दुर्घटः। न हि तत्र प्रतिव्यवहारं नरक्षेत्रीयसूर्यचारादिनिरीक्षणं सम्भवति, 7 येन तादृशव्यवहारा उपपद्येरन् । श वस्तुतः समयाऽऽवलिकादीनां पर्यायरूपतया जीवाऽजीवेभ्योऽव्यतिरिक्तत्वमेव । इदमेवाऽभिप्रेत्य क विशेषावश्यकभाष्ये '“सुत्ते जीवाऽजीवा समयाऽऽवलियादओ पवुच्चंति" (वि.आ.भा.२०३३) इत्युक्तम् । इति पूर्वोक्तम् (१०/१३) अत्राऽनुसन्धेयम् । इत्थञ्च कालस्य परमार्थतः पर्यायरूपत्वात् स्कन्ध-देश
प्रदेशात्मकाद्धासमयकल्पना स्वतन्त्राऽसङ्ख्य-कालाणुकल्पना वा न श्वेताम्बरपरम्परासम्मता। न वा का नृलोकव्यापकैकाऽतिरिक्तकालद्रव्यकल्पना सङ्गततया ज्ञायते ।
__ अत्रेदमस्माकमाभाति - (१) दशमैकादश-त्रयोदशादिश्लोकव्याख्योपदर्शितनानाशास्त्रसन्दर्भाऽनुसारेण તેથી કાળ પરદ્રવ્યનો આશ્રય કરીને ઉત્પન્ન થનારો છે. જો કે ક્ષિપ્ર, ચિર,... વગેરે વ્યવહારો પ્રત્યે જેમ પુદ્ગલદ્રવ્યના પરિણામ ઉપયોગી છે, તેમ જીવાદિ દ્રવ્યના પરિણામ પણ ઉપયોગી બની શકે છે. તો પણ પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ હોવાથી તેના પરિણામો જાણવા સરળ છે. તેથી પંચાસ્તિકાયસંગ્રહની ગાથામાં કાળમાપ પ્રત્યે પુદ્ગલદ્રવ્યને કારણ તરીકે કુંદકુંદસ્વામીએ જણાવેલ છે. આ વાત ખાસ ખ્યાલમાં રાખવી.
(શિષ્ય.) વળી, મનુષ્યક્ષેત્રવ્યાપક એક અતિરિક્ત કાલદ્રવ્યને માનનારા વિદ્વાનોના મતે મનુષ્યક્ષેત્રની બહાર “એકીસાથે, ક્રમિક, લાંબા ગાળે, ઝડપથી...' વગેરે વ્યવહારની સંગતિ ખૂબ મુશ્કેલ બનશે. છે કેમ કે દેવલોક, નરક વગેરેમાં તો અતિરિક્ત કાળદ્રવ્ય તેમના મતે છે જ નહિ. તથા ઉપરોક્ત દરેક વા વ્યવહાર કરતી વખતે મનુષ્યક્ષેત્રના સૂર્યની ગતિનું નિરીક્ષણ તો સંભવતું જ નથી કે જેના માધ્યમથી * ત્યાં પ્રસ્તુત સર્વ વ્યવહારોની સંગતિ થઈ શકે. સ
આ અદ્ધાકાલ સ્વતંત્ર દ્રવ્ય નથી : શ્રીજિનભદ્રગણીજી આ (વસ્તુ) વાસ્તવિકતા તો એ છે કે સમય, આવલિકા, મુહૂર્ત વગેરે સ્વરૂપ અદ્ધાકાલ જીવ-અજીવ કરતાં ભિન્ન નથી જ. કેમ કે અદ્ધાકાલ જીવાજીવનો પર્યાય જ છે. આ જ આશયથી શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “જીવ અને અજીવ દ્રવ્યો જ શાસ્ત્રમાં સમય, આવલિકા, મુહૂર્ત વગેરે સ્વરૂપે કહેવાય છે. આ સંદર્ભ પૂર્વે (૧૦/૧૩) દર્શાવેલ. તેનું અનુસંધાન કરવું. આમ કાળ પરમાર્થથી પર્યાયસ્વરૂપ હોવાથી (૧) “સ્કંધ-દેશ-પ્રદેશાત્મક ત્રિવિધ કાળની કલ્પના કે (૨) સ્વતંત્ર અસંખ્ય કાલાણુ દ્રવ્યની કલ્પના શ્વેતાંબર આગમપરંપરા મુજબ માન્ય નથી.” (૩) તથા “મનુષ્યક્ષેત્રવ્યાપક એક સ્વતંત્ર છઠ્ઠા કાલદ્રવ્યની કલ્પના પણ યુક્તિસંગતરૂપે જણાતી નથી - તેમ નિશ્ચિત થાય છે.
& વિવિધ પ્રકારના કાળ અંગે નિષ્કર્ષવરૂપ વિચારણા હે | (અત્રે.) આ અંગે અમને (મુનિ યશોવિજય ગણીને) એવું લાગે છે કે (૧) અહીં અત્યાર સુધી 1. સૂત્રે નીવાડનીવાર સમયાSSત: પ્રોચત્તો