Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१९ • स्वतन्त्रकालद्रव्यसाधकयुक्तिनिरास: 0
१६१७ कसमयरूपता उच्छिद्येत, पारमार्थिकद्रव्यस्य अतीताऽनागत-वर्तमानकालत्रयव्यापित्वात्, बुद्धिकृता- प तीतानागतसमयानुवेधस्य च वार्त्तमानिकसमये पारमार्थिकद्रव्यत्वाऽसाधकत्वादिति दिक् ।
यच्च पूर्व(१०/१३) 'चिरम्, क्षिप्रम्' इत्यादिव्यवहारकारणतयाऽतिरिक्तकालद्रव्यं साधितम, तदपि । न समीचीनम्, 'तद्धेतोरस्तु किं तेन ?' इति न्यायेन पुद्गलद्रव्यपरिणामविशेषेणैव तादृशव्यवहारोपपत्तेः। कालस्य परिणामविशेषशालिपुद्गलद्रव्याऽऽयत्ततया गौरवाद् नाऽतिरिक्तद्रव्यात्मककालसिद्धिः सम्भवति । श
प्रकृते “णत्थि चिरं वा खिप्पं मत्तारहिदं तु सा वि खलु मत्ता। पोग्गलदव्येण विणा तम्हा कालो क पडुच्चभावो।।” (प.स.२६) इति पञ्चास्तिकायसङ्ग्रहगाथाऽपि स्मर्तव्या। यद्यपि तादृशव्यवहारं प्रति णि પારમાર્થિક દ્રવ્ય તો અતીતકાળ, અનાગતકાળ અને વર્તમાનકાળ - આ ત્રણેયમાં વ્યાપીને = ફેલાઈને રહે છે. તેથી કાળને પારમાર્થિક દ્રવ્ય માનો તો તે ત્રિકાળવ્યાપી થઈ જશે, માત્ર વર્તમાન સમયસ્વરૂપ નહિ બને. બુદ્ધિકૃત અતીત-અનાગતસમયનો અનુવેધ વર્તમાન સમયાત્મક કાળમાં પારમાર્થિકદ્રવ્યત્વની સિદ્ધિ કરવા માટે સમર્થ નથી. કાળને પારમાર્થિક દ્રવ્ય માનવામાં જે જે સમસ્યાઓ અહીં જણાવેલી છે, તે તો એક દિગ્દર્શનમાત્ર છે. તે મુજબ હજુ એ દિશામાં આગળ ઘણું વિચારી શકાય તેમ છે.
& લાંબા-ટૂંકા કાળનો વ્યવહાર સ્વતન્ત્રકાળદ્રવ્યસાધક નથી , (સત્ર) આ જ દશમી શાખાના તેરમા શ્લોકની વ્યાખ્યામાં ષડ્રદર્શનસમુચ્ચયબૃહવૃત્તિગત ઉદ્ધત ત્રણ શ્લોકનો સંદર્ભ આપીને “લાંબો કાળ, ટૂંકો કાળ.' વગેરે લોકપ્રસિદ્ધ વ્યવહારના કારણ તરીકે અતિરિક્ત અનુગત કાળદ્રવ્યની સિદ્ધિ કરવામાં આવેલી હતી. પરંતુ તે વાત બરાબર નથી. કારણ કે “આ કામ કરવામાં ઘણો સમય લાગ્યો. તે કામ કરવામાં ઓછો સમય લાગ્યો’ – ઈત્યાદિ વ્યવહાર તો પુદ્ગલ દ્રવ્યના છે વિશેષ પ્રકારના પરિણામથી જ સંભવી શકે છે. નવીનત્વ, જીર્ણત્વ, શરીર પરિશ્રમ, દેહરૃર્તિ વગેરે પુદ્ગલપરિણામથી જ ઉપરોક્ત વ્યવહાર સંભવતો હોવાથી તથાવિધિપરિણામયુક્ત પુદ્ગલદ્રવ્યને આધીન કાળદ્રવ્યની સિદ્ધિ સંભવતી નથી. કેમ કે અહીં “તતોઃ સસ્તુ, વુિં તેન ?” આ ન્યાય કામ કરી એ રહેલ છે. મતલબ કે (૧) લાંબો કાળ, ટૂંકો કાળ વગેરે સંબંધી વ્યવહાર = કાર્ય. તથા (૨) તથાવિધ કાળ તેનું કારણ. તથા (૩) તે કાળનું કારણ પુદ્ગલદ્રવ્યપરિણામ. આ રીતે દ્વિવિધ કાર્ય-કારણભાવ માનવાના બદલે ઉપરોક્ત વ્યવહારના જ કારણ તરીકે પુદ્ગલદ્રવ્યપરિણામનો સ્વીકાર કરવામાં લાઘવ છે. (૧) નું કારણ (૨), તથા (૨) નું કારણ (૩) - આવો ગૌરવગ્રસ્ત કાર્યકારણભાવ માનવાના બદલે લાઘવસહકારથી (૧) નું કારણ (૩) આવું માનવું એ જ ઉચિત છે. આમ “ધીમેથી, ઝડપથી, લાંબા સમયગાળા બાદ, ટૂંકા ગાળામાં' વગેરે વ્યવહારો પોતાના કારણરૂપે સ્વતંત્ર દ્રવ્યાત્મક કાળની સિદ્ધિને નથી કરતા, પણ પુદગલના વિશેષ પ્રકારના પરિણામને જ સિદ્ધ કરે છે.
() પ્રસ્તુતમાં પંચાસ્તિકાયસંગ્રહ ગ્રંથની એક ગાથા યાદ કરવા યોગ્ય છે. ત્યાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “બહુ કાળ (ચિર) અથવા થોડો કાળ (ક્ષિપ્ર) આવો વ્યવહાર કે જ્ઞાન ચોક્કસ પ્રકારની માત્રા = માપ (= કાળપરિમાણ) વિના ન હોય. તથા તે માત્રા પણ ખરેખર પુદ્ગલ દ્રવ્ય વગર ન સંભવે. 1. नास्ति चिरं वा क्षिप्रं मात्रारहितं तु सापि खलु मात्रा। पुद्गलद्रव्येण विना तस्मात्कालः प्रतीत्यभावः।।