Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६१६ • अद्धासमयो जीवाजीवपर्यायात्मक: ०
१०/१९ प ४०१ हा.वृ.पृ.४३७) इति अनुयोगद्वारसूत्रहारिभद्रीवृत्तिवचनम्, “अद्धा = कालः। तल्लक्षणः समयः = क्षणः in = સદ્ધ સમય | સ વૈવ વ વર્તમાનક્ષત્તHME, સતીતાડના તિયો: સત્તા” (મ.ફૂ.૨/૧૦/૨૨૩/9.969) " इति भगवतीसूत्रवृत्तिवचनञ्च कालपर्यायपक्षपातीति भावनीयम् । म पूर्वानुपूर्वीनिरूपणावसाने अद्धासमयनिर्देशबीजं अनुयोगद्वारसूत्रचूर्णी “जीवाऽजीवपज्जायत्तणतो कालस्स शं णियमा आधेयत्तणतो य अंते अद्धासमय” (अ.सू.१३१, चू.पृ.१८१) इत्युक्तम्, अनुयोगद्वारसूत्रहारिभद्रीवृत्ती + “जीवाऽजीवपर्यायत्वादद्धासमयस्य” (अ.सू.१३१, हा.व.पृ.१८३) इत्येवमुक्तम्, अनुयोगद्वारसूत्रमलधारवृत्तौ । च “जीवाजीवपर्यायत्वात् तदनन्तरम् अद्धासमयस्य उपन्यासः” (अ.सू.१३१, हे.व.पृ.१८५) इत्युक्तमिति " आगमिकचूर्णिकार-टीकाकाराणामपि कालपर्यायपक्षे एव आधिक्येन स्वरसो ज्ञायते । का युक्तञ्चैतत् । कालस्य निरुपचरिताऽतिरिक्तद्रव्यत्वाऽभ्युपगमे पूर्वाऽपरसमयविविक्तवार्त्तमानिकै
માનવામાં જ હતો - તેમ જણાય છે. તેઓશ્રીએ ભગવતીસૂત્રવૃત્તિમાં જણાવેલ છે કે “અદ્ધા = કાળ કાળસ્વરૂપ સમય = ક્ષણ એટલે જ અદ્ધાસમય. તે એક જ છે. કારણ કે તે માત્ર વર્તમાનક્ષણસ્વરૂપ જ છે. વર્તમાનક્ષણ તો કાયમ એક જ હોય છે. માટે અદ્ધાસમય એક જ છે. અતીતક્ષણ અને અનાગતક્ષણ તો અસત્ = અવિદ્યમાન છે.” જો બન્ને વ્યાખ્યાકારના મનમાં કાળ સ્વતંત્ર દ્રવ્ય તરીકે માન્ય હોત તો અદ્ધાસમયને માત્ર વર્તમાનક્ષણસ્વરૂપે તેઓ જણાવી ન શકે. પરંતુ જીવાદિ દ્રવ્યોની જેમ કાળને પણ શાશ્વતદ્રવ્ય તરીકે જ જણાવવું પડે. પરંતુ તે મુજબ જણાવેલ નથી. માટે તેઓશ્રીનું ઉપરોક્ત વચન પણ કાલપર્યાયપક્ષમાં જ ઢળે છે તેમ જણાય છે. આ અંગે વિદ્વાનોએ ઊંડાણથી વિભાવના કરવી.
- આગમિક પૂર્ણિ-વ્યાખ્યાદર્પણમાં કાળ પર્યાયાત્મક તો (પૂર્વી.) પૂર્વાનુપૂર્વીનું નિરૂપણ કરવાના અવસરે “અદ્ધાસમયનો નિર્દેશ શા માટે ધર્માસ્તિકાયાદિની વા પરિપાટીમાં સૌથી છેલ્લે કર્યો ?” - આ પ્રશ્નનો જવાબ આપતાં અનુયોગદ્વારસૂત્રચૂર્ણિમાં શ્રીજિનદાસ
ગણિમહત્તરે જણાવેલ છે કે “કાળતત્ત્વ જીવ-અજીવ દ્રવ્યનો પર્યાય છે. તથા કાળ નિયમા આધેય છે. આ બે કારણના લીધે આધારભૂત ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોનું નિરૂપણ કર્યા બાદ અંતે પર્યાયાત્મક આધેયસ્વરૂપ “અદ્ધાસમય' નામના છઠ્ઠા તત્ત્વનું નિરૂપણ કરેલ છે.” શ્રીહરિભદ્રસૂરિજીએ પણ અનુયોગકારસૂત્રવૃત્તિમાં જણાવેલ છે કે “અદ્ધાસમય જીવ-અજીવ દ્રવ્યનો પર્યાય છે.' તથા માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ અનુયોગકારસૂત્રવૃત્તિમાં જણાવેલ છે કે “જીવ-અજીવ દ્રવ્યનો પર્યાય હોવાથી તેનો નિર્દેશ કર્યા બાદ અદ્ધાસમયનો ઉપચાસ મૂળસૂત્રમાં કરેલ છે. આમ આગમિક ચૂર્ણિકારને અને ટીકાકારોને પણ “કાળ એ પરમાર્થથી પર્યાય છે' - આ જ પક્ષમાં વધારે સ્વરસ જણાય છે.
8 કાળમાં પારમાર્થિક દ્રવ્યત્વ બાધિત હs (ગુજ.) તથા કાળને પર્યાયાત્મક માનવાની વાત યુક્તિસંગત પણ છે. આનું કારણ એ છે કે કાળને જો નિરુપચરિત = પારમાર્થિક સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવે તો ‘કાળ પૂર્વાપરસમયવ્યાવૃત્ત = અતીત -અનાગતસમયરહિત માત્ર એક વર્તમાન સમયસ્વરૂપ છે' - આ સિદ્ધાન્તનો ઉચ્છેદ થઈ જશે. કેમ કે 1. जीवाऽजीवपर्यायत्वतः कालस्य नियमाद् आधेयत्वतश्च अन्ते अद्धासमयः।