Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
रा
* सूर्यक्रियाव्यङ्ग्यः अब्बाकालः
व्याख्याप्रज्ञप्ती द्वितीयशतकस्य चतुर्थोद्देशके तु अलोके सूर्यादिगतिक्रियाऽवच्छिन्नसमयादिलक्षणः अद्धाकाल एव निषिद्धः, न तु वर्त्तनादिपर्यायस्वरूपो द्रव्यकालः ।
एतेन अलोके सूर्यादिविरहेण नैव कालसम्भव इति अपहस्तितम्,
१६२०
१०/१९
समयाऽऽवलिकादिलक्षणस्य अद्धाकालस्य ज्ञानार्थं व्यवहारार्थमेव च सूर्यादिगति-प्रकाशादीनाम् अपेक्षणात्, न तु अद्धाकालार्थम् । तदुक्तं व्याख्याप्रज्ञप्तिवृत्ती श्रीअभयदेवसूरिभिः “कालो हि दि -માસાતિરૂપઃ સૂર્યતિતમિવ્યયઃ” (મ.મૂ.૨/૧/૧૧૭ રૃ.પૃ.૧૪૬) કૃતિ, “સમયવ્યવહાર: દિ સરિષ્ણુक सूर्यादिप्रकाशकृतः” (भ.सू.१०/१/३९४, वृ.पृ.४९४ ) इति च । तदुक्तं प्रज्ञापनासूत्रवृत्तौ श्रीमलयगिरिसूरिभिः [ अपि “सूर्यादिक्रियाव्यङ्ग्यः समयः ” (प्र.सू.२१/२७५ वृ. पृ. ४२९) इति । अभिव्यञ्जकविरहे अभिव्यङ्ग्याऽभावस्य व्यवहार-व्यवहर्तृविरहे च व्यवहार्याऽभावस्य आपादानाऽनर्हत्वात् । ततश्च समयाका ऽऽवलिकादिलक्षणस्यापि कालस्य लोकालोकव्यापकत्वे नास्ति बाधकप्रमाणं किञ्चिदपि ।
(વ્યા.) જો કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રના બીજા શતકના ચોથા ઉદ્દેશામાં અલોકાકાશમાં કાળનો નિષેધ કર્યો છે. પરંતુ ત્યાં સૂર્યાદિની ગતિક્રિયાને સાપેક્ષ સમયાદિરૂપ અદ્ધાકાલનો નિષેધ કરેલો છે. અલોકમાં વર્તનાદિ પર્યાયસ્વરૂપ દ્રવ્યકાલનો નિષેધ ત્યાં કર્યો નથી. આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે.
આક્ષેપ :- (તે.) અલોકમાં તો સૂર્ય વગેરે હોતા જ નથી. તેથી અલોકમાં કાળ ન જ સંભવે. ♦ અલોકમાં પણ અદ્ધાકાળ અનિવાર્ય ♦
નિરાકરણ ::- (મ.) ઉપર જે જણાવ્યું, તેનાથી જ તમારા આક્ષેપનું નિરાકરણ થઈ જાય છે. વળી, બીજી મહત્વની વાત એ છે કે સમય, આવલિકા વગેરે સ્વરૂપ અદ્ધાકાળના જ્ઞાન માટે અને વ્યવહાર માટે જ સૂર્ય વગેરેની ગતિ, પ્રકાશ આદિ અપેક્ષિત છે. પરંતુ સમયાદિ સ્વરૂપ અદ્ધાકાળ ખાતર તો તેની પણ જરૂર નથી. આ અંગે ભગવતીસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ કરેલી બે [} વાત ખ્યાલમાં રાખવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે ‘(૧) દિવસ, માસ વગેરે સ્વરૂપ કાળની સૂર્યગતિથી
સમ્યક્ અભિવ્યક્તિ થાય છે. (૨) (સમય નહિ પણ) સમયવ્યવહાર જ ફરતા સૂર્ય વગેરેના પ્રકાશથી સૈ નિષ્પન્ન થાય છે.’ પ્રજ્ઞાપનાસૂત્રવૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિજીએ પણ જણાવેલ છે કે ‘સમયની અભિવ્યક્તિ સૂર્યાદિની ગતિક્રિયાથી થાય છે.' મતલબ કે સૂર્યક્રિયા વગેરેથી કાળ ઉત્પન્ન થતો નથી પણ અભિવ્યક્ત થાય છે, વ્યવહાર્ય બને છે. તેથી ‘અઢી દ્વીપની બહાર લોકમાં કે અલોકમાં સૂર્યક્રિયા વગેરે સ્વરૂપ અભિવ્યંજક ન હોવાથી ત્યાં અભિવ્યંગ્ય એવો કાળ ન રહી શકે' - આવી આપત્તિ આપી ન શકાય. પાણી સ્વરૂપ અભિવ્યંજકની ગેરહાજરીમાં માટીની ગંધની અભિવ્યક્તિ ન થવા છતાં ત્યારે પણ ત્યાં જેમ ગંધ હાજર જ હોય છે, તેમ અઢી દ્વીપની બહાર લોકમાં અને અલોકમાં સૂર્યગતિ વગેરે સ્વરૂપ અભિવ્યંજક ન હોવા છતાં ત્યાં સમય હોવામાં કોઈ વાંધો નથી. તે જ રીતે ‘જ્યાં કાળનો વ્યવહાર કે કાળનો વ્યવહર્તા ન હોય ત્યાં વ્યવહાર્ય એવો કાળ ન હોય' આવી આપત્તિ પણ આપી ન શકાય. કારણ કે વ્યવહાર કે વ્યવહર્તા ન હોવા છતાં વ્યવહાર્ય હોવામાં કોઈ બાધ નથી. તેથી સમયઆવલિકાદિ સ્વરૂપ કાળને લોકાલોકવ્યાપક માનવામાં કોઈ પણ બાધક પ્રમાણ નથી.