Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 565
________________ १६११ १०/१९ त्रिविधकालद्रव्यकल्पनापादनम् । -स्वकीयसामर्थ्येन जीवाजीवद्रव्यवर्त्तनाद्युपष्टम्भे व्याप्रियमाणाः निर्विभागाः कालाणवः पृथगेव द्रव्याणि । लोकाकाशप्रदेशप्रमितानीति चेत् ? नैवम्, एवं सति सङ्ग्रहनयेनैक एव लोकव्यापी स्कन्धात्मकः कालः, व्यवहारनयेन द्वयादिकाः । तस्यैव सांशाः भागाः पृथगेव द्रव्याणि, ऋजुसूत्रतश्च तस्यैव निर्विभागा भागा लोकाकाशप्रदेशप्रमिता स् कालाणवः पृथगेव कालद्रव्याणीत्यापत्तेः । न चेष्टापत्तिः, एवं सति द्वादशविधाऽरूप्यजीवद्रव्यप्ररूपणायाः कर्तव्यताऽऽपत्तेः। न च साऽऽगमे दृष्टा, . दशविधाया एव तादृशप्रज्ञापनाया उपलब्धेः । तदुक्तम् अनुयोगद्वारसूत्रे “अरूविअजीवदव्वा णं भंते ! कतिविहा पण्णत्ता ? गोयमा ! दसविहा का તેમ પ્રસ્તુતમાં ઋજુસૂત્રનયના અભિપ્રાય મુજબ, જીવ અને અજીવ દ્રવ્યની વર્તના પ્રત્યે સહાય કરવામાં પોત-પોતાના સામર્થ્યથી પ્રવૃત્ત થતા નિર્વિભાજ્ય કાલાણુ દ્રવ્યો પણ અલગ-અલગ સ્વતંત્ર જ દ્રવ્યો છે. આ સ્વતંત્ર કાલાણ દ્રવ્યોની કુલ સંખ્યા લોકાકાશના કુલ આકાશપ્રદેશ જેટલી જ છે. તેટલા પ્રમાણમાં સ્વતંત્ર કાલાણુ દ્રવ્યોની, ઋજુસૂત્રના અભિપ્રાય મુજબ, સિદ્ધિ થઈ શકે છે. જ સ્કંધ-દેશ-પ્રદેશાત્મક કાલદ્રવ્યની આપત્તિ ઉત્તરપલ :- (નવ) ના, તમારી ઉપરોક્ત દલીલ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે જો તમે ઋજુસૂત્રનયના અભિપ્રાય મુજબ અસંખ્ય કાલાણુ દ્રવ્યની સિદ્ધિ કરશો તો ધર્માસ્તિકાયની જેમ કાલદ્રવ્ય પણ સંગ્રહનયના અભિપ્રાયથી ૧૪ રાજલોકવ્યાપી સ્કંધાત્મક ફક્ત એક સ્વતંત્ર દ્રવ્ય સિદ્ધ થશે. વ્યવહારનયના અભિપ્રાયથી તે જ સ્કંધાત્મક લોકવ્યાપી કાલદ્રવ્યના બે-ત્રણ વગેરે સાંશ ભાગો = દેશો સ. સ્વતંત્ર કાલદ્રવ્યાત્મક જ બનશે. તથા ઋજુસૂત્રના અભિપ્રાય મુજબ તે જ લોકવ્યાપી અંધાત્મક કાલદ્રવ્યના નિરંશ અસંખ્ય કાલાણુઓ સ્વતંત્ર કાલદ્રવ્યસ્વરૂપ બનશે. આવું માનવાની આપત્તિ આવશે. | શંક :- (ન ૨.) કાંઈ વાંધો નહિ. આ રીતે ત્રણ નયના અભિપ્રાયથી ત્રણ પ્રકારે કાલદ્રવ્યની સિદ્ધિ થાય તો અમને શું વાંધો હોઈ શકે? આ રીતે પણ લોકાકાશપ્રદેશવૃત્તિ અસંખ્ય સ્વતંત્ર કાલાણ સી દ્રવ્યની સિદ્ધિ થવાથી અમને દિગંબરોને તો ઈષ્ટાપત્તિ જ છે. શ્રી અરૂપી અજીવદ્રવ્યના બાર પ્રકારની આપત્તિ ડી. માધાના:- (ઉં.) આ રીતે ઈષ્ટાપત્તિ કરવી વ્યાજબી નથી. કારણ કે ત્રણ નયથી ત્રણ પ્રકારે કાળદ્રવ્યની સિદ્ધિ થાય તો અરૂપી અજીવ દ્રવ્યની બાર પ્રકારે પ્રરૂપણા કરવાની આપત્તિ આવશે. પરંતુ આગમમાં તો બાર નહિ પણ દશ પ્રકારે જ અરૂપી-અજીવદ્રવ્યસંબંધી પ્રરૂપણા જોવા મળે છે. > દશવિધ અરૂપી અજીવદ્રવ્યની પ્રરૂપણા (તકુ.) અરૂપી અજીવ દ્રવ્યની દશ પ્રકારની પ્રરૂપણા અનુયોગકારસૂત્રમાં નીચે મુજબ છે. પ્રશ્ન :- “હે ભગવંત ! અરૂપી અજીવ દ્રવ્યો કેટલા પ્રકારે બતાવેલા છે ?' 1. અપ-મનીવાન મત્ત ! તિવિધાનિ પ્રજ્ઞતાનિ ? સૌતમ ! ઢવિધાનિ

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608