Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१९ • कालस्य पर्यायरूपता लोकव्यापकता च 0
१६०९ समयाऽऽवलिकादिलक्षणाऽद्धाकालविवक्षायामपि तदुपादानकारणीभूतजीवाऽजीवद्रव्येभ्योऽभिन्नतया कालस्य अतिरिक्तद्रव्यत्वं नैव घटामञ्चति । एतदर्थदिग्दर्शकः “तस्य वर्तनादिरूपत्वात, वर्तनादीनाञ्च स्वयमेव भावात्, समयाद्यपेक्षायां च परोपादानत्वादिति भावना ।.... वर्त्तनादयः तद्वतां कथञ्चिदभिन्ना एव” (आ.नि.१०१८ रा हा.व.पृ.३०९) इति हरिभद्रीयावश्यकवृत्तिसन्दर्भोऽपि प्रकृतेऽनुसन्धेयः। 'तस्य = कालस्य'। 'तद्वतां = म वर्त्तनादिविशिष्टेभ्यः', षष्ठ्याः पञ्चम्यर्थत्वात् ।
__ यच्च विशेषावश्यकभाष्यवृत्तौ श्रीहेमचन्द्रसूरिभिः “अवधेश्च मूर्त्तविषयत्वाद् वर्त्तनारूपं तु कालं । पश्येत्, द्रव्यपर्यायत्वात् तस्य” (वि.आ.भा.५८५ वृ.) इत्युक्तम्, ततोऽपि कालस्य पर्यायरूपता कृत्स्नलोक-क व्याप्तिश्च सिध्यतः । तस्य समयक्षेत्रमात्रवृत्तित्वे लोकावधिज्ञानिनां कृत्स्नलोकवर्त्तिद्रव्यस्थितिपरिज्ञाना-णि ऽसम्भवापत्तेरिति भावनीयम् ।
તોજાશપ્રવેશી મિત્રા: કાનાવસ્તુ (યો.શા.9/9૬/૧૨ પૃ. + ત્રિ.શ..૪/૪ર૭૪) તિ પૂર્વોવગેરે સ્વરૂપ અદ્ધાકાળની વિવક્ષા કરવામાં આવે તો પણ કાળને છઠ્ઠ દ્રવ્ય માનવું વ્યાજબી નથી. કારણ કે સમય, આવલિકા વગેરે સ્વરૂપ અદ્ધાકાળનું ઉપાદાનકારણ તો જીવાજીવ દ્રવ્યો જ છે. તથા કાળ તેનાથી અભિન્ન જ છે. આ જ અર્થનું દિગ્દર્શન કરાવનાર હરિભદ્રીય આવશ્યકવૃત્તિનો પ્રબંધ પણ પ્રસ્તુતમાં અનુસન્ધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “કાળ વર્તનાદિસ્વરૂપ છે. તથા વર્તના વગેરે તો આપમેળે જ ઉત્પન્ન થાય છે. વર્તનાદિ પરિણામો અતિરિક્તકાળદ્રવ્યજન્ય નથી. તથા સમય વગેરેની વિવફા કાલશબ્દવા તરીકે કરવામાં આવે તો પણ તેનું ઉપાદાનકારણ કાળથી ભિન્ન જીવાદિ દ્રવ્યો જ છે. આ પ્રમાણે ભાવના કરવી... તથા વર્તનાદિ પરિણામો તો પોતાના આશ્રયભૂત જીવાજીવ દ્રવ્યોથી કથંચિત્ અભિન્ન જ છે.” શ્રીહરિભદ્રસૂરિજીના આ વચનો ‘કાળ તત્ત્વ ખરેખર વર્તનાદિસ્વરૂપ કે અદ્ધાસમયાત્મક હોવાથી અતિરિક્ત છઠ્ઠ દ્રવ્ય નથી' - તેમ સ્પષ્ટપણે સૂચિત કરે છે.
૪ વર્તનાકાળ લોકવ્યાપી : મલધારવૃત્તિતાત્પર્ય % (ચવ્ય.) તથા વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં શ્રીહેમચન્દ્રસૂરિજીએ “અવધિજ્ઞાન મૂર્તવિષયક હોવાથી વર્તનાસ્વરૂપ કાળને તે જુએ છે. કારણ કે વર્તનાકાળ તે (જીવાજીવ) દ્રવ્યનો પર્યાય છે” - આ પ્રમાણે છે. જે કહ્યું છે, તેનાથી એ વાત સિદ્ધ થાય છે કે (૧) કાળ પર્યાયસ્વરૂપ છે તથા (૨) કાળ સંપૂર્ણ લોકમાં ફેલાયેલ છે. જો “કાળ માત્ર મનુષ્યક્ષેત્રમાં જ વિદ્યમાન છે' - એવું માનવામાં આવે તો લોકાવધિજ્ઞાનવાળા જીવો સંપૂર્ણ ૧૪ રાજલોકમાં જે જે દ્રવ્યોને લોકાવધિજ્ઞાન દ્વારા જાણે છે, તેની સ્થિતિનું તેઓને જ્ઞાન થઈ નહિ શકે. કારણ કે સ્વીકારેલા વિકલ્પ મુજબ, અઢી દ્વીપની બહાર કાળનું અસ્તિત્વ માનવામાં નથી આવેલ. પરંતુ લોકાવધિ દ્વારા સંપૂર્ણલોકવર્તી દ્રવ્યોની સ્થિતિ જણાય તો છે જ. તેથી કાળને સમગ્રલોકવ્યાપી માનવો જરૂરી છે. આ રીતે પ્રસ્તુત વિષયની વિભાવના કરવી.
# મુખ્ય કાળ સમગ્રલોકવ્યાપી # (“ના.) યોગશાસ્ત્રવૃત્તિ, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર વગેરે ગ્રંથમાં લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં રહેલા જુદા-જુદા કાલાણને મુખ્ય કાલ તરીકે જણાવેલ છે. અહીં પૂર્વે (૧૦/૧૫) આ બાબત દર્શાવેલ જ
t