Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१९ ० नृलोकव्यापिनिरंशकालद्रव्यमीमांसा
१६०५ तदीयवर्त्तनायाः कालनिरपेक्षत्वमिति वक्तुं नैव युज्यते, असम्भवात् ।
एतेन विवक्षितवर्त्तनायाः नरलोकावच्छेदेन कालापेक्षत्वं तद्बहिर्भागावच्छेदेन च कालनिरपेक्षत्वमित्यपि अपाकृतम्, परमाणु-तद्गति-तद्वर्त्तनानां निरंशत्वेन तथात्वाऽसम्भवात्, सिद्धान्ते तथाऽनभ्युपगमाच्च ।
किञ्च, मनुष्यलोकव्यापकनिरंशैकातिरिक्तकालद्रव्याभ्युपगमे वदतो व्याघात आपद्येत । नृलोकव्यापी में चेत् कालः, निरंशः कथम् ? निरंशश्चेत्, नरलोकव्यापी कथम् ? ततश्च समयक्षेत्रावच्छिन्नाति- र्श रिक्तैककालद्रव्यस्य अस्तिकायत्वापत्तिः सुदुर्निवारैव, अन्यथा गगनादीनां विभुद्रव्याणां निरवयवत्वंत એવા પરમાણુની વર્તના એક જ છે, એક સમય પૂરતી જ છે. તેથી આવી પરિસ્થિતિમાં ઉપરોક્ત રીતે બનવું અસંભવ છે. એક સમયની ગતિમાં “પરમાણુ જ્યારે મનુષ્યલોકમાં હોય ત્યારે તેની વર્તના કાળસાપેક્ષ અને જ્યારે અઢી દ્વીપની બહાર હોય ત્યારે તેની વર્તના કાળનિરપેક્ષ' - એવું કઈ રીતે સંભવે ? એક સમયની ગતિમાં જ્યારે’ અને ‘ત્યારે - આવી બે વાર કલ્પના અસંભવિત જ છે.
જ નિરંશ એકસામાયિક પરમાણુવર્ણના સાપેક્ષ-નિરપેક્ષ ન બને તે (તેર) જ્યારે-ત્યારે શબ્દનો પ્રયોગ કર્યા વગર, પ્રસ્તુત વર્તના મનુષ્યલોકવચ્છેદન કાળસાપેક્ષ છે તથા બહિર્ભાગઅવચ્છેદન કાળનિરપેક્ષ છે” – એવું પણ માની શકાતું નથી. કારણ કે ઉપર જણાવી ગયા તે મુજબ પરમાણુ નિરંશ છે, તેની ઉપરોક્ત ગતિમાં પણ જુદા-જુદા સમયસ્વરૂપ અંશ નથી તથા તેની વિવક્ષિત વર્તન પણ એકસમયવાળી નિરંશ છે. કોઈ અતિશૂલ એક જ વસ્તુ અઢી દ્વીપમાં અને અઢી દ્વીપની બહાર વ્યાપીને રહી હોય તો કદાચ તેને ઉદેશીને એવું કહી શકાય કે “વિવક્ષિત ! વસ્તુના મનુષ્યલોકાવચ્છિન્ન અવયવોમાં કાલસાપેક્ષ વર્ણના છે અને મનુષ્યલોકબહિર્ભાગાવચ્છિન્ન અવયવોમાં કાળનિરપેક્ષ વર્ણના છે.” આવી સ્થિતિમાં હજુ કદાચ અવયવભેદથી એક જ સ્થૂલતમ અવયવીમાં એકસાથે 1. કાલસાપેક્ષ-કાલનિરપેક્ષ બન્ને પ્રકારની વર્તન માની શકાય. પરંતુ આપણે જે પરમાણુવર્ણનાની વિચારણા કરી રહ્યા છીએ, ત્યાં તો તેવું શક્ય જ નથી. વળી, જૈનાગમમાં પણ “પ્રસ્તુત પરમાણુવર્ણના મનુષ્યલોકઅવચ્છેદન કાળસાપેક્ષ તથા બહિર્ભાગવિચ્છેદન કાળનિરપેક્ષ' – આવું માનવામાં આવેલ નથી. તેથી અઢીદ્વીપમાં વર્તનાદિપર્યાયોને અતિરિક્તકાળદ્રવ્યજન્ય માનવામાં ઉપરોક્ત પરમાણુવનાની સમસ્યાનું સમાધાન મેળવવું ખૂબ દુર્લભ છે.
. મનુષ્યક્ષેત્રવ્યાપી નિરંશ એક કાલદ્રવ્યનો અસંભવ (ષ્યિ.) વળી, મનુષ્યલોકમાં નિષ્ણ = નિરવયવ એક સ્વતંત્ર કાલદ્રવ્યનો સ્વીકાર કરવામાં તો મારી માતા વંધ્યા છે' એવું બોલતાં જેવો વ્યાઘાત આવે તેવું થશે. કેમ કે જો કાળ મનુષ્યક્ષેત્રવ્યાપી હોય તો નિરવયવ કઈ રીતે હોય ? તથા જો કાળદ્રવ્ય નિરવયવ હોય તો મનુષ્યલોકવ્યાપી કઈ રીતે સંભવે ? જો મનુષ્યલોકવ્યાપી એક અતિરિક્ત કાળદ્રવ્યને માનવામાં આવે તો કાળને અસ્તિકાય = સ્કંધ માનવાની આપત્તિનું આંશિક પણ નિવારણ નહિ થઈ શકે. આ રીતે કાળદ્રવ્યમાં સ્કંધ-દેશ-પ્રદેશની કલ્પના તો આગમસંમત છે જ નહિ. તેથી અતિરિક્તકાલદ્રવ્યવાદીને અપસિદ્ધાંત દોષ લાગુ પડશે. તથા જો મનુષ્યક્ષેત્રવ્યાપી એક અતિરિક્ત કાલદ્રવ્યને નિરવયવ જ માનવામાં આવે તો “આકાશ વગેરે