Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/८
* आकाशव्युत्पत्तिविद्योतनम्
१४६९
1.
2
3
प्रकृते आकाशपदव्युत्पत्तिकृते (१) 'सव्वदव्वाण अवकासदाणत्तणतो आगासं” (अनु. द्वा.सू. १३२ चू., पृ. १८० ) इति अनुयोगद्वारचूर्णिवचनम्, (२) “આાસત્થિાનો ગવાહલવો” (વૈ. યૂ.૪) કૃતિ दशवैकालिकचूर्णिवचनम्, (३) ‘ओगाहणलक्खणं आयासदव्वं” (ध. पुस्तक-१५/पृ.३३) इति धवलावचनम्, (૪) “સવ્વસિં બાળ ઝવવામં વેરૂ તં તુ વાસં” (મા.સ.રૂ૦૮) કૃતિ ભાવસ પ્રવચનમ્, (૬) “आकाशस्याऽवकाशदानलक्षणमेव विशेषगुणः ” (नि. सा. वृत्ति. १/३० ) इति नियमसारवृत्तिवचनम्, (६) “सर्वद्रव्यस्वभावाऽऽदीपनादाकाशम् । स्वभावेनाऽवस्थानादित्यर्थः " (अनु. द्वा. हारि. टीका. पृ.४१ ) इति अनुयोगद्वारहारिभद्रीवृत्तिवचनम्, (७) “आकाशन्ते दीप्यन्ते स्वधर्मोपेता आत्मादयो यत्र तदाकाशम् ” ि * આકાશ અને તેના ગુણ અંગે વિવિધ શાસ્ત્રસંદર્ભ
(તે.) પ્રસ્તુતમાં ‘આકાશ’ શબ્દની વ્યુત્પત્તિ માટે શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના અનેક ગ્રંથોના સંદર્ભો ઉપયોગી છે. તે આ મુજબ જાણવા.
(૧) ‘સર્વ દ્રવ્યને અવકાશ આપવાના કારણે આકાશ દ્રવ્ય કહેવાય છે’ - આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રની ચૂર્ણિમાં જણાવેલ છે.
‘આકાશાસ્તિકાયનું લક્ષણ અવગાહના છે’ - આ પ્રમાણે દશવૈકાલિકની ચૂર્ણિમાં જણાવેલ છે. (૩) ‘આકાશ દ્રવ્યનું લક્ષણ અવગાહના છે' આ પ્રમાણે ધવલા ગ્રંથમાં જણાવેલ છે. (૪) ‘સર્વ દ્રવ્યને જે અવકાશ = અવગાહ આપે છે તે તો આકાશ દ્રવ્ય છે’ ભાવસંગ્રહ ગ્રંથમાં જણાવેલ છે.
આ પ્રમાણે
=
-
-
(૫) ‘આકાશમાં અવકાશદાન સ્વરૂપ જ વિશેષ ગુણ રહેલો છે' - આ પ્રમાણે નિયમસાર ગ્રંથની વ્યાખ્યામાં જણાવેલ છે.
T
(૬) ‘હ્રાસ્’ ધાતુ પ્રકાશ કરવાના અર્થમાં છે. સર્વ દ્રવ્યના સ્વભાવનું મર્યાદા પૂર્વક પ્રકાશન કરવાના લીધે આધારભૂત દ્રવ્ય આકાશ કહેવાય છે. અહીં સર્વ દ્રવ્યનું પ્રકાશન દરેક દ્રવ્યને પોતાના સ્વભાવથી રાખવા દ્વારા સમજવું' - આ પ્રમાણે અનુયોગદ્વાર સૂત્રની વ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે.
છ સ્વભાવના અતિક્રમણ વિના અવકાશદાન છે
સ્પષ્ટતા :- શ્રીહરિભદ્રસૂરિજીનું તાત્પર્ય એ છે કે ઘટ-પટ વગેરે તમામ દ્રવ્યને પોતપોતાના સ્વભાવનું અતિક્રમણ કર્યા વિના આકાશ દ્રવ્ય રાખે છે. દૂધમાં પાણીને નાખવામાં આવે તો દૂધ પાણીને પોતાનામાં રાખે છે ખરું. પરંતુ પાણીને પાણીના સ્વભાવમાં રહેવા દઈને પાણીને પોતાનામાં રાખવાનું કામ દૂધ કરતું નથી. જ્યારે આકાશ દ્રવ્ય તો દરેક દ્રવ્યને પોતપોતાના સ્વભાવમાં રહેવા દઈને દરેક દ્રવ્યને પોતાનામાં રાખવાનું કામ કરે છે. દરેક દ્રવ્યની પોતપોતાના સ્વભાવમાં રહેવાની મર્યાદાનું અતિક્રમણ કર્યા વિના, દરેક દ્રવ્યને પોતાનામાં રાખવાનું કામ આકાશ સિવાય અન્ય કોઈ દ્રવ્ય કરતું નથી.
(૭) ‘પોતાના સ્વભાવથી યુક્ત એવા આત્મા વગેરે દ્રવ્યો જ્યાં રહીને દીપી ઉઠે, તે આકાશ 1. सर्वद्रव्याणाम् अवकाशदानत्वत आकाशम् । 2. आकाशास्तिकायः अवगाहलक्षणः । 3. अवगाहनालक्षणम् आकाशद्रव्यम् । 4. सर्वेषां द्रव्याणाम् अवकाशं ददाति तत् तु आकाशम् ।