Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१५८६ ० प्रज्ञापनासूत्रतात्पर्यपरामर्श: 0
१०/१९ प अत एव “अरूवीअजीवपन्नवणा दसविहा पन्नत्ता” (प्रज्ञा.१/३) इत्यादिरूपेण यः प्रज्ञापनासूत्रसन्दर्भ ग पूर्वं (१०/१२) दर्शितः तत्राऽपि श्यामाचार्येण 'अरूवीअजीवदव्वपन्नवणा' इत्येवं न निर्दिष्टम्, न पर्यायात्मकस्य अद्धासमयस्य अपि तत्र प्रविष्टत्वेन अरूप्यजीवद्रव्यप्रज्ञापनाया नवविधत्वेन दशविधत्वस्य
बाधात्, ‘अद्धासमए' इत्येकवचनान्तपदेन एकस्यैव वर्तमानकालसमयलक्षणस्य अद्धासमयस्याभिप्रेतत्वेन पर्यायात्मककालस्य सिद्धेरिति तत्तात्पर्यं चेतसि धर्तव्यम्। --
एतेन “अद्धासमयास्तु परस्परनिरपेक्षा एव, वर्त्तमानसमयभावे पूर्वापरसमययोरभावात् । ततो न ण स्कन्धत्वपरिणामः। तदभावाच्च नाऽद्धासमयाः प्रदेशाः किन्तु पृथग् द्रव्याण्येव” (प्रज्ञा.३/७९/पृ.१४३) इति का प्रज्ञापनावृत्तौ मलयगिरिसूरिवचनमपि व्याख्यातम्, कालस्य परमार्थतः जीवाजीववर्त्तनापर्यायतया आदिष्टપન્નવણાસૂત્રકાર ઉપરોક્ત સૂત્રમાં કાળમાં પ્રદેશાભાવને જણાવે છે - તેમ ફલિત થાય છે.
CS કાળ અજીવદ્રવ્ય નથી : શ્યામાચાર્યનું તાત્પર્ય S. (ાત.) કાળ પરમાર્થથી દ્રવ્યપર્યાયાત્મક હોવાથી જ “અરૂપી અજીવપ્રરૂપણા દશ પ્રકારની કહેવાયેલી છે” – આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રનો જે સંદર્ભ પૂર્વે (૧૦/૧૨) જણાવેલ હતો ત્યાં પણ શ્રીશ્યામાચાર્યજીએ “અરૂપીઅજીવદ્રવ્યપ્રરૂપણા” આવો નિર્દેશ નથી કર્યો પરંતુ દ્રવ્ય પદના પ્રવેશ વિના ‘અરૂપીઅજીવપ્રરૂપણા આ પ્રમાણે જ નિર્દેશ કર્યો છે. જો “અરૂપી અજીવદ્રવ્યની પ્રરૂપણા દશ પ્રકારની છે' - આ પ્રમાણે શ્યામાચાર્યજી જણાવે તો દશવિધત્વ તેમાં બાધિત થઈ જાય. કેમ કે અરૂપી અજીવદ્રવ્ય પ્રરૂપણામાં પ્રવિષ્ટ અદ્ધાસમય = કાળ તો પર્યાયાત્મક જ છે. પર્યાયાત્મક અદ્ધાસમયનો પણ તેમાં પ્રવેશ થઈ આ જવાથી અરૂપી-અજીવદ્રવ્ય તો નવ જ થશે, દશ નહિ. શ્રીશ્યામાચાર્યજીને આ હકીકત ખ્યાલમાં હોવાથી - જ તેઓશ્રીએ પન્નવણામાં “અરૂપીઅજીવદ્રવ્યપ્રરૂપણા” ના બદલે “અરૂપીઅજીવપ્રરૂપણા'ને દશવિધ જણાવેલ જ છે. કાળ ભલે દ્રવ્ય ન હોય પણ અરૂપીઅજીવ તત્ત્વ તો છે જ. વળી, તે પન્નવણા સૂત્રમાં “ઉદ્ધાસમg' a - આવું જે એકવચનાન્ત પદ , તેનાથી વર્તમાનકાલસમયાત્મક એક જ અદ્ધાસમય વિવક્ષિત હોવાથી પર્યાયાત્મક જ કાળ સિદ્ધ થશે' - આવું શ્રીશ્યામાચાર્યનું તાત્પર્ય મનમાં ધારવું.
જ શ્રીમલયગિરિસૂરિજી વચનવિમર્શ છે (ર્તિન.) પન્નવણાસૂત્રની વ્યાખ્યામાં મલયગિરિસૂરિજી જણાવે છે કે “અદ્ધાસમયો તો પરસ્પરનિરપેક્ષ જ છે. કારણ કે જ્યારે વર્તમાન સમય હાજર હોય છે ત્યારે અતીત સમય અને અનાગત સમય ગેરહાજર હોય છે. તેથી અદ્ધા સમયમાં સ્કંધપણાનો પરિણામ હોતો નથી. સ્કંધપણાનો પરિણામ ન હોવાથી અદ્ધાસમયો પ્રદેશ નથી. પરંતુ પૃથ દ્રવ્યો જ છે.” શ્રીમલયગિરિસૂરિજીના પ્રસ્તુત વચનની સંગતિ પણ અમારા ઉપરોક્ત ખુલાસા દ્વારા થઈ જાય છે. કારણ કે પરમાર્થથી કાળ તો જીવના અને અજીવના વર્તનાપર્યાય સ્વરૂપ જ છે. ફક્ત તેમાં દ્રવ્યત્વનો ઉપચાર કરીને કાળને દ્રવ્ય કહેવામાં આવેલ છે. તેથી જો પ્રશ્ન થાય કે “ઉપચરિતદ્રવ્યત્વવાળા કાળ તત્ત્વમાં પ્રદેશત્વ છે કે નહિ?” તો આનો જવાબ એ છે કે કાળ ઉપચરિતદ્રવ્ય હોવા છતાં પણ તેમાં પ્રદેશત્વ સંભવતું નથી. કારણ કે પર્યાયમાં પરમાર્થથી સપ્રદેશતા 1. વરૂણનીવપ્રજ્ઞાપના દ્રવિધ પ્રજ્ઞતા 2. કથની વચપ્રજ્ઞાપના/